google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratકન્યાકુમારીથી દિલ્હી જતી NCC નું મેગા સાયક્લોથોન ગ્રુપ ૨૧૫૦ કીમીનું અંતર કાપી...

કન્યાકુમારીથી દિલ્હી જતી NCC નું મેગા સાયક્લોથોન ગ્રુપ ૨૧૫૦ કીમીનું અંતર કાપી ભરૂચ આવતા કલેક્ટરે ફેલગ ઈન કરાવ્યું

- યુવાનોને ભારતની વિકાસ ગાથાને આગળ ધપાવવા તેમજ પ્રોત્સાહિત કરવાના સંદેશ સાથે - ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મેગા સાયક્લોથોન ગ્રુપની અદમ્ય સાહસની સરાહના કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું

ભરૂચ,

યુવાનોને ભારતના વિકાસની ગાથાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરવાના સંદેશ સાથે નેશનલ કેડેટ કોર્પ્સ ગ્રુપ કન્યાકુમારીથી દિલ્હી જતી મેગા સાયક્લોથોન ૨૧૫૦ કીમીનું અંતર કાપી ભરૂચ ખાતે આવી પહોંચી હતી.જેમાં મોટી સંખ્યા નેશનલ કેડેટ કોર્પ્સના વિદ્યાર્થીઓની હાજરીમાં તાળીઓ અને “ ભારત માતા કી જયના” નારા સાથે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ફ્લેગ ઈન કરાવવામાં આવ્યું હતું. 

મેગા સાયક્લોથોન ગ્રૃપ કન્યાકુમારીથી ૦૮ મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.જે તમિલનાડુ, કેરળ, કર્ણાટક,ગોવા,મહારાષ્ટ્ર જેવા રાજ્યો માંથી પસાર થઈને ૩૧ મી ડીસેમ્બર ના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી.જે વાપી,નવસારી થઈ આજે ભરૂચ ખાતે આવી પહોંચી હતી.આ ટીમને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવનારી ૨૬ મી જાન્યુઆરીએ ફલેગ ઈન કરવામાં આવનાર છે.

આ તબક્કે, કલેક્ટર તુષાર સુમેરાએ મેગા સાયક્લોથોન ગ્રુપના પ્રતિભાવો જાણ્યા હતા.તેમના સાથે હળવાસની પળો માણી પોતાના અનુભવો વાગોળ્યા હતા.આ અદમ્ય સાહસની સરાહના કરી તેમને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.તેમની યાત્રાના આગળના દીવસો વિશે વિગતે પણ જાણકારી મેળવી હતી.

આ દરમ્યાન તેમણે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત કેડેટ કોર્પ્સ ગ્રૃપની કિશોરીઓએ નારી સશક્તિકરણના સંદેશા સાથે કન્યાકુમારી થી લઈ દીલ્હી સુધીની રેલી દ્વારા લર્નીંગ અને ડીસીપ્લીનના અનુભવો સાથે મહીલાઓને પ્રેરણા પૂરી પાડી અદમ્ય સાહસ બતાવ્યું છે.ભવિષ્યમાં બાળકો માટે શિસ્તની ટ્રેનીંગ તરીકે આ યાત્રાને જોઈ શકાશે.તેમના માટે એક ભારત,શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ “કરાવતી યાત્રા બની રહેશે.નેશનલ કેડેટ કોર્પ્સના ૭૫ વર્ષના સમયગાળામાં આ વિકાસ ગાથાની પ્રક્રિયામાં નિર્ણાયક સાબિત થઈ છે.

નેશનલ કેડેટ કોર્પ્સ સંસ્થા મહીલા સશક્તિકરણ તરફ કામ કરતું એક મહત્વનું પાસુ છે.આપણો ભારત દેશ આર્થિક શક્તિ તરીકે ઉભરીને આવ્યો છે.દેશ અને સમાજના વિકાસમાં સ્ત્રીઓનો અગ્રીમ ફાળો રહ્યો છે.નેશનલ કેડેટ કોર્પ્સ સંસ્થા યુવાનોને ભારતના વિકાસની ગાથાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આમ નેશનલ કેડેટ કોર્પ્સના ૭૫ વર્ષના સમયગાળામાં આ વિકાસ ગાથાની પ્રક્રિયામાં નિર્ણાયક સાબિત થઈ છે.એટલે જ આ રેલીને “મહીલા શક્તિ કા અભેદ સફર” નામ આપવામાં આવ્યુ છે.

આ ઉપરાંત સાયકલિંગ મેમ્બરો આગામી દિવસોમાં લાંબી મુસાફરીને કરશે અને આવનારી ૨૬ જાન્યુઆરી રોજ વડાપ્રધાનની રેલીને પીએમ દ્વારા ફ્લેગ ઈન કરશે.આ તબક્કે, નેશનલ કેડેટ કોર્પ્સનો સ્ટાફ, મોટી સંખ્યામાં નેશનલ કેડેટ કોર્પ્સના યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!