google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratએક બાજુ વિશ્વ ગુરુ બનવાની વાત થઈ રહી હોય અને તો બીજી...

એક બાજુ વિશ્વ ગુરુ બનવાની વાત થઈ રહી હોય અને તો બીજી બાજુ આ ગામમાં શિક્ષક ન હોવાના કારણે સ્કૂલ બંધ છે : ચૈતર વસાવા

- આદિવાસી સમાજ ભણવા માંગે છે પરંતુ સ્કૂલોની આવી ગંભીર પરિસ્થિતિના કારણે અમારા બાળકો ભણી શકતા નથી - આ ગામના બાળકો અહીંયા ભણવા માંગે છે પરંતુ શિક્ષક ન હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે - આવી જેટલી પણ શાળાઓ છે જ્યાં શિક્ષકો નથી અને ઓરડાઓ નથી, તે શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની વ્યવસ્થા કરવામાં આવે

નર્મદા,
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના મતવિસ્તારના ગામોની સ્કૂલોની મુલાકાત લીધી હતી.આ દરમ્યાન તેમણે રીંગાપાદરની સરકારી શાળાની મુલાકાત લીધી.આ સરકારી શાળા બંધ હાલતમાં હતી કારણ કે ત્યાં એક પણ શિક્ષક નથી. આ મુદ્દા પર ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતે નીકળ્યો છું,આ ગામમાં આવ્યા બાદ મેં જોયું કે શાળામાં તાળું મારેલું હતું. સ્થાનિક લોકોને સવાલ કરતા મને જાણવા મળ્યું કે આ શાળામાં કોઈ શિક્ષક જ નથી.આ ગામમાં 300 થી વધુ વસ્તી છે અને 32 જેટલા વિદ્યાર્થીઓ પણ છે અને આનાથી વધુ બાળકો અહીંયા ભણવા માંગે છે. પરંતુ શિક્ષક ન હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.
એક બાજુ વિશ્વ ગુરુ બનવાની વાત થઈ રહી હોય અને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ,પઢેગા ઈન્ડિયા બઢેગા ઇન્ડિયા જેવા કાર્યક્રમોની વાત થતી હોય, તો બીજી બાજુ આ ગામમાં શિક્ષક ન હોવાના કારણે સ્કૂલ બંધ છે. માટે અમે સરકારનું ધ્યાન દોરવા માંગે છે કે આવી જેટલી પણ શાળાઓ છે જ્યાં શિક્ષકો નથી ત્યાં તાત્કાલિક ધોરણે કાયમી શિક્ષકો મૂકવામાં આવે.જે શાળાઓમાં ઓરડાઓ નથી તે શાળાઓમાં ઓરડાઓ બનાવવામાં આવે.જો સરકાર આ કામ કરવામાં નિષ્ફળ રહેશે તો આવનારા સમયમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. આદિવાસી સમાજ ભણવા માંગે છે પરંતુ સ્કૂલોની આવી ગંભીર પરિસ્થિતિના કારણે અમારા બાળકો ભણી શકતા નથી. માટે સરકાર આ સમગ્ર શિક્ષણ મામલે ગંભીર નોંધ લે તેવી અમારી વિનંતી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!