google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratનેત્રંગ કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફના  બિભત્સ ફોટા પાડતા મામલો પોલીસ મથકે...

નેત્રંગ કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફના  બિભત્સ ફોટા પાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

- કોલેજના સંચાલકો પાસેથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન અને વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા : કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ આમને-સમાને

(વિજય વસવા, નેત્રંગ)

નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં ૧ ફ્રેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાર્ક-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતાં હતા.જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો.ત્યાર બાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરીયાદ કરતાં આચાર્યએ જણાવ્યું હતું કે,આ કોલેજનો અંદરનો મામલો છે.કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે,અમે પ્રયત્ન કરીશું.પરંતુ આ બાબતે મહિલા ક્લાર્ક-કારકુને અનેકોવખત રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં થતાં વિવાદ વંટોળે ચડ્યો હતો.કોલેજના વિધાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકુટ થતાં મામલો ગરમાતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.કોલેજના આચાર્ય-પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબ્જે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો.વિવાદને ૪૨ દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં કરતાં તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદભવ્યા છે.આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ મથકમાં લેખિત ફરીયાદ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!