(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલા એડહોક અન્ય પ્રાધ્યાપકને બેઝ લગાડવામાં મદદ કરતી વેળા લાયબ્રેરીયને ખોટા ઈરાદે પાડેલા ફોટામાં ઘટનાના 42 દિવસ બાદ પણ કાર્યવાહી નહિ થતા મહિલા એડહોક સાથે છાત્રો ન્યાય માટે મેદાનમાં ઉતર્યા છે.
નેત્રંગની સરકારી આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ બજાવતી મહિલા ક્લાર્ક અને પ્રાધ્યાપકનો ફોટો પાડનારા અન્ય પ્રાધ્યાપક સામે વિવાદ વધુ ઘેરો બન્યા બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.મહિલા ક્લાર્કનો આક્ષેપ છે કે, તેઓ સેમીનાર દરમ્યાન પ્રાધ્યાપકને બૈજ લગાવવામાં મદદ કરી રહ્યા હતા. ત્યારે પ્રાધ્યાપકે બંનેના ફોટા પાડી લીધા હતા અને આ ફોટાનો એંગલ એવી રીતે રાખ્યો હતો કે જેથી જોનારાને બંને વચ્ચે કઈ થઈ રહ્યું હોવાનું લાગી રહયું છે.કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો.બંનેનો ફોટો પડયો હોવાની જાણ થતાં ક્લાર્કે આચાર્યને જાણ કરી હતી.આચાર્યએ કોલેજનો આંતરિક મામલો હોવાથી કાર્યવાહીની ખાતરી આપી હતી.ઘટનાને દિવસોના દિવસો વીતી જવા છતાં પ્રાધ્યાપક સામે કોઈ પગલાં નહિ ભરાતાં રોષ ફેલાયો હતો.લાયબ્રેરિયનનો ફોન લઈને કોલેજના લોકરમાં સીલ કરી દેવાયો હતો.કોલેજની આંતરિક સમિતિ સમક્ષ મહિલા પ્રાધ્યાપકે ઓન કેમેરા પોતાનું નિવેદન પણ આપ્યું હતું.જોકે લાયબ્રેરીયનનું નિવેદન કે કોઈ કાર્યવાહી નહિ કરાતા હવે પોલીસ ફરિયાદ લઈ તપાસ કરે તેવી માંગ કરાઈ રહી છે.આખરે આજે વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યમાં ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો અને કોલેજના ચાર પ્રોફેસરોની બદલી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી.
કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચી ગયા હતા તેમજ મામલાની ગંભીરતા જોઈ મામલતદાર રિતેશભાઈ કોંકણી અને પોલીસ સબ ઈન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ વિભાગ પણ સ્થળ આવી પહોંચ્યા હતા અને જરૂરી પગલાં લેવાની વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી.