google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeCrimeનેત્રંગ પોલીસે ઈકો ગાડીમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો પર્દાફાશ કર્યો

નેત્રંગ પોલીસે ઈકો ગાડીમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો પર્દાફાશ કર્યો

- ઈકો ગાડી,મોટર સાયકલ અને ૩ ખેપિયાને પકડી જેલ ભેગા કરી ૫,૦૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઈ આર.આર ગોહિલ અને પોલીસકર્મી પેટ્રોલીગમાં હતા.જે દરમ્યાન ડેડીયાપાડા તરફથી એક સફેદ કલરની ઈકો ગાડી નંબર જીજે ૨૨ એચ ૨૬૧૩ માં દરવાજાના ફળીયામાં અને બોનેટમાં બે ઈસમો રવાજાના ફાળીયામાં તથા બોનેટમાં વિદેશી દારૂનો જથ્થો રાજપારડી તરફ લઈ જનાર છે.જેની આગળ સ્પેલન્ડર મોટર સાયકલ નંબર જીજે ૨૬ ઈ ૯૬૪૧ ઉપર એક ઈસમ પાયલોટીંગમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ડન કરીને નેત્રંગ નજીકથી સ્પેલન્ડર મોટર સાયકલ અને ઈકો ગાડી અને મુદ્દામાલ સહિત ખેપિયાઓને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.જેમાં વિદેશી દારૂની બોટલ નંગ ૬૨૪ જેની કિંમત ૬૨,૦૦૦,સ્પેલન્ડર મોટર સાયકલ જેની કિંમત ૩૦,૦૦૦,ઈકો ગાડી જેની કિંમત ૪,૦૦,૦૦૦ અને મોબાઈલ,અંગ ઝડપીના રૂ.૧૫,૦૦૦ મળીને રૂ.૫,૦૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ્રવીણ ધીરસિંગ વસાવા,અજય જયસીંગ વસાવા અને નિકુંજ કેશવ વસાવા રહે.સાગબારાને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!