google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratનેત્રંગ RFO નું કોટર ખાલી કરાવવા મેલી વિદ્યાનો પ્રયોગ?

નેત્રંગ RFO નું કોટર ખાલી કરાવવા મેલી વિદ્યાનો પ્રયોગ?

- પવિત્ર રમજાન માસ હોવાથી RFO કોટર ખાલી કર્યું નહતું : લીંબુ કાપી-કંકુની પુજા કરીને RFO ને પાડી દેવાનું કાવતરૂ?

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ વન વિભાગના RFO સરફરાઝ ઘાંચીની કચ્છ-ભુજના બન્ની ગ્રાસ લેન્ડ ખાતે વહીવટી કારણોસર બદલી થતાં તેમની ખાલી પડતી જગ્યાએ જશુબેન સરવૈયાની નિમણુંક કરવામાં આવી હતી.ત્યાર બાદ બદલી કરાયેલ RFO સરફરાઝ ઘાંચીને વનવિભાગ તરફથી ફાળવવામાં આવેલ રહેઠાણ મકાને નિતી નિયમો પ્રમાણે ખાલી કરવાનું હતું.પરંતુ એક મહિનાથી વધારે સમય સુધી ખાલી નહીં કરતાં મહિલા RFO એ પોલીસ જાપ્તા સાથે રહેઠાણ મકાન ઉપલ કબ્જો મેળવવા પરમિશન મેળવવા માંગતો પત્ર ભરૂચ DFO ને લખ્યો હતો.ભરૂચ DFO રહેઠાણ મકાન ખાલી કરવા માટેની સુચના આપી હતી.ત્યાર બાદ RFO સરફરાઝ ઘાંચીને ફાળવામાં આવેલ રહેઠાણ મકાન ખાલી કર્યું હતું.પરંતુ પવિત્ર રમજાન માસ અને કચ્છ-ભુજમાં ફરજ હોવાથી રહેઠાણ મકાન ખાલી કરવામાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નેત્રંગ વન વિભાગના RFO મકાન ખાલી કરવા બાબતે મકાનના ચારેય દિશામાં લીંબુના ફાળચા કાપીને કંકુ વડે મેલી વિદ્યા કર્યાના ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો છે.RFO ના મકાન પાસે આ મેલીવિદ્યા કોણે કરાવી તે તપાસનો વિષય બન્યો છે.આવનાર સમયમાં નેત્રંગ વન વિભાગમાં કંઈ નવા જુની થવાની પુરેપુરી શક્યતાઓ જણાઈ રહી છે.વનકર્મી વન ઓફિસમાં જવા માટે ગભરાય રહ્યાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!