ભરૂચ,
ઉત્તરાયણના તહેવારમાં કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે.જેથી ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સમગ્ર દિવસ દરમ્યાન ભરૂચવાસીઓ સીટી બસમાં મુસાફરી કરી શકશે.
અઢી વર્ષ પહેલાં મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો પ્રારંભ થયો હતો.જે બાદ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે.જેથી દર વર્ષની જેમ આ પર્વે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સિટી બસ સેવાની ભરૂચવાસીઓને મફત મુસાફરીની પાલિકા દ્વારા ભેટ આપવામાં આવી હતી.ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી દ્વિચક્રી વાહન ચાલકોની સલામતીનો મોટો પ્રશ્ન બને છે.મોપેડ અને બાઈક ઉપરસવાર લોકોના જીવ બચાવી સલામતી પ્રદાન કરવા ભરૂચ પાલિકા દ્વારા તા.૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વે નિમિત્તે સવારથી ભરૂચ શહેરના વિવિધ ૧૦ રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે.ઉત્તરાયણ પર્વે ખરીદી,કામકાજ, મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે.આ નિઃશુલ્ક સેવાનો મુખ્ય હેતુ મોપેડ અને બાઈક ઉપર જતા વાહન ચાલકો ઈજાથી દૂર રહે તે માટે પોતાના વાહનનો ઉપયોગ ન કરે તે જરૂરી છે.જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે જેથી પતંગની દોરી અને માર્ગ અકસ્માતથી પોતાનો જીવ બચાવી શકે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગત વર્ષનીના આંકડા જોવામાં આવે તો વર્ષ ૨૦૨૨ માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દિવસભર આશરે સાડા છ હજારથી વધુ મુસાફરોએ ફી માં મુસાફરીનો લાભ લીધો હતો.ત્યારે આ વર્ષે પણ વધુમા વધુ લોકો ફ્રી માં સવારી નો લાભ લે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વમાં દ્રી ચક્રીય વાહન ચાલકો કાતીલ દોરીનો ભોગ બની શકે છે જેથી વધુમાં વધુ લોકો સીટી બસનો લાભ લે તે જરૂરી છે જેથી કાતીલ દોરીનો ભોગ ન બની શકે.
ઉત્તરાયણ પર્વે ભરૂચ પાલિકાનો નવતર અભિગમ : શહેરના ૧૦ રૂટ ઉપર મફત સિટી બસ સેવાનો લાભ લઈ શકાશે
- સીટી બસમાં મુસાફરી કરવાથી કાતીલ દોરીથી થતાં અકસ્માતો ઘટશે - લોકોને મફત મુસાફરીનો લાભ લેવા પાલિકા પ્રમુખની અપીલ : વર્ષ ૨૦૨૨ માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દિવસભર આશરે સાડા છ હજારથી વધુ મુસાફરોએ ફી માં મુસાફરીનો લાભ લીધો હતો