google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratધારાસભ્ય જયંતિ.રાઠવાના હસ્તે મુલધર ખાતે નવીન બ્રિજ તેમજ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં...

ધારાસભ્ય જયંતિ.રાઠવાના હસ્તે મુલધર ખાતે નવીન બ્રિજ તેમજ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

- ૯૫૨.૮૮ લાખના ખર્ચે ૨૦૦ મીટર લાંબા બ્રિજને તૈયાર કરાશે

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર ગામે મેરીયા મુલધર ખાતે નવીન બ્રિજ તેમજ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરી મંજૂરી મેળવવામાં આવી હતી.ત્યારે આજરોજ મેરીયા મુલધર બ્રીજનું ૯૫૨.૮૮ લાખના ખર્ચે ૨૦ મીટરના દસ ગાણા ના બ્રીજનું ખાત મહૂર્ત કરવામાં આવ્યું હતું. અવાર નવાર ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજુર કરાવી લાવ્યા છે.પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવીન રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે.આ અંગે ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે, પ્રજાને તકલીફ ના પડે તે હેતુથી મંજૂર કરવામા આવેલા બ્રીજનું ખાત મુર્હુત કરવામાં આવ્યું છે. સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામા કામ પૂર્ણ થાય તેવા ધારાસભ્યે સૂચન કર્યા છે.ગ્રામજનો દ્વારા આ નવીન બ્રિજ બનશે તેને લઈ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો હતો.વધુમાં ધારાસભ્યએ  જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશાં પ્રગતિશીલ રહે છે.રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે.સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે.આ બ્રીજનું નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસપણે વધારો થશે જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે.આ પ્રસંગે પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ,છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા,બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન,ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!