google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratસિવિલ કોર્ટ ઝઘડિયાના નવા બિલ્ડીંગનુ હાઈકોર્ટે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે ઉદ્દઘાટન...

સિવિલ કોર્ટ ઝઘડિયાના નવા બિલ્ડીંગનુ હાઈકોર્ટે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું

- આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા હતા - ૭૫ માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડીંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

૭૫ માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ,જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ‌ તથા એચ.એસ પટેલ પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા, ઝઘડિયા બાર એસોસિયનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા ની વિશેષ‌ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિયનના હોદ્દેદારો તમામ સભ્યો,ઝઘડિયા, રાજપારડી,ઉમલ્લા અને ઝઘડિયા જીઆઇડીસીના પોલીસ અધિકારીઓ,ઝઘડિયા ગામના સરપંચ,ગામ આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડિયા સિવિલ કોર્ટના ઉદઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિયનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડીંગ બનીને તૈયાર હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું.પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક અને સેશન જજ ભરૂચ વીકે પાઠકના પ્રયત્નોથી આ બિલ્ડીંગની ટેકનીકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.જેના ફળ સ્વરૂપે આજરોજ સિવિલ કોર્ટ બિલ્ડીંગ ઝઘડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક અને સેશન જજ વિ.કે પાઠકે જણાવ્યું હતું કે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગ અધતન ફેસીલીટી સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ, લેડી બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ, વિડિયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે આજરોજ ઝઘડિયાની જનતાને નવું સગવડ ભર્યું કોર્ટ બિલ્ડીંગ સમર્પિત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ, સગવડ ભર્યા વાતાવરણમાં કામ કરવામાં માટે ઝઘડિયાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનીતા અગ્રવાલ તથા જસ્ટિસ વૈભવી નાણાવતી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૭૫ માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યના નવસારી સુરેન્દ્રનગર પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કોર્ટ બિલ્ડિંગોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!