google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratનેત્રંગ તાલુકામાં ૮૫૭૧ હેક્ટર જમીનમાં નવા પાકનું વાવેતર કરાયું

નેત્રંગ તાલુકામાં ૮૫૭૧ હેક્ટર જમીનમાં નવા પાકનું વાવેતર કરાયું

- સોયાબીન ૨૫૮૦ હેક્ટર અને કપાસ ૨૫૨૮ હેક્ટર વાવેતરમાં મોખરે : સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો ચોમાસું પાક ઉપર નિર્ભર

(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જીલ્લાના ડુંગરાળ-પથ્થર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે મોટા ભાગના ખેડુતો ચોમાસું ખેતી ઉપર જ નિર્ભર રહેતા હોય છે.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ કેનાલ તુટેલી અને જર્જરીત હાલતમાં હોવાથી માત્ર ૨૫૦-૩૦૦ હેકટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે છે.માર્ચના માસમા પ્રારંભની સાથે બોર-મોટર,કુવા અને નદી-નાળામાં પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરી જતાં હોવાથી કાળીમજુરી કરીને ઉભો કરેલ પાક બળીને ખાખ થઈ જાય છે.
જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાના આગમન બાદ નેત્રંગ તાલુકાના ખેડુતોએ ખેતી કામમાં જોતરાયા હતા.જેમાં સોયાબીન ૨૫૮૦ હેક્ટર,કપાસ ૨૫૨૮ હેક્ટર,તુવેર ૧૪૨૧ હેક્ટર,ડાંગર ૭૪૫,મકાઈ ૫૪૫,શાકભાજી ૨૫૦,લીલો પડવાસ ૧૨૪,મગફળી ૫૨ અને અળડ ૨૯ હેક્ટર એટલે કે કુલ ૮૫૭૧ હેક્ટર વાવેતર થયાનું જાણવા મળ્યું છે.જુલાઈ માસમાં મેઘરાજા વિરામ કરે તો વાવેતરના આંકડામાં હજુ વધારો થઈ શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!