ભરૂચ,
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું.જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બ્લડ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે આયોજિત સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નવ યુવા મતદાતા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી કરેલ સીધો સંવાદ નિહાળ્યો હતો.ભરૂચ શહેર અને તાલુકાના નવ યુવા મતદાતાઓ સાથે મનની વાત સીધો સંવાદ કર્યો હતો.
૨૫ મી જાન્યુઆરી એટલે ભારતીય મતદાતા દિવસ જેની ઉજવણીના ભાગરૂપે આયોજિત સંમેલન માં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિહ અટોદરિયા,મહામંત્રી નિરલ પટેલ,જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને યુવા સભ્યો તેમજ નવ યુવાન મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલે જણાવ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં બબ્બે સંમેલનના આયોજન કરાયા છે જે દ્વારા યુવા મતદારોમાં જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે.