ભરૂચ,
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં લોકસભાની ચુંટણી યોજવા જઈ રહી છે.જેમાં વધુમાં વધુ મતદાન થાય અને ૧૮ વર્ષીય યુવા મતદારોમાં ઉત્સાહ વધે તે માટે તંત્ર પણ સતર્ક બન્યું છે.તો બીજી તરફ ૧૮ વર્ષીય નવા મતદારોને વધુમાં વધુ જોડી તેઓને મતદાન માં ભાગ લેવા ઉત્સાહ વધે તે માટે ભરૂચ ભાજપના યુવા મોરચા દ્વારા કોલેજ કેમ્પસમાં નવા મતદાતા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાતના પ્રભારી મનિષ કુમાર, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાંત સોની,ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રૂષભભાઈ પટેલ,જિલ્લા યુવા મોરચાના પ્રભારી કૌશલભાઈ ભટ્ટ,જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, વડોદરા જિલ્લા યુવા મોરચાના પ્રભારી ધ્યાનભાઈ દેશમુખ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.