google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeભરૂચના શેરપુરાનો નિયામતઅલી ઉર્ફે મુન્નો દારૂ પહોંચાડે તે પહેલા જ પોલીસે બે...

ભરૂચના શેરપુરાનો નિયામતઅલી ઉર્ફે મુન્નો દારૂ પહોંચાડે તે પહેલા જ પોલીસે બે લોકોને દબોચી લીધા

- ગોદી રોડ પરથી દારૂની ૨૪ બોટલો સાથે બે બૂટલેગરને ઝડપી પાડી ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,
ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેલ્વે સ્ટેશન માંથી બે ઈસમો દારૂ ભરેલી બેગ લઈને બહાર નીકળે છે જે બાતમીના આધારે બે બુટલેગરને ૨૪ બોટલો સાથે જડપી પાડી ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મોકલનાર શેરપુરાનો નિયામતઅલી ઉર્ફે મુન્નો અને આપવા આવનાર સોયેબ કાળીયો સામે ગુનો નોંધી કાર્યદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં બે શખ્સો રેલ્વે સ્ટેશન માંથી ગોદી રોડ પર થઈને દારૂ ભરેલી બેગ લઈને નિકળી રહ્યા છે તેવી બાતમી મળી હતી.જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દોડી જઈ બાતમી વાળા કારા કલર એન ગુલાબી શર્ટ પહેરેલ બે ઈસમો આવતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓની પુછપરછ કરતાં ભરૂચના દાંડિયા બજાર સુથીયાપુરાનો રહેવાસી માનવ રાકેશ ચૌહાણ તેમજ દાંડિયા બજારના બચુભાઈનો ટેકરાનો સોહિલ ઉર્ફે સાહિલ મુસ્તાક પટેલ હોવાનું માલુમ પડયું હતું.પોલસીએ તેમની પાસે રહેલી બેગ તપાસતાં તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ ૨૪ બોટલો મળી આવી હતી.જેથી પોલીસે ૧૦ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે તેમણે વેચાણ કરવા માટે શેરપુરા ખાતે રહેતાં નિયામતઅલી ઉર્ફે મુન્ના પાસેથી દારૂ મંગાવ્યો હતો.જે તેનો માણસ શેરપુરાનો સોયેબ કાળીયો તેમને રેલ્વે સ્ટેશનની અંદર ગોદી રોડ તરફ આપી ગયો હતો.જેના પગલે બંને બુટલગેરની ધરપકડ કરી હતી અને અન્ય કુખ્યાત બુટલેગર નિયામતઅલી ઉર્ફે મુન્નોઅને સોયેબ કાળીયાને વોન્ટેડ જાહેર કરી ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!