google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઅંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને ૨૦૨૪ ના હોદ્દેદારોની...

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને ૨૦૨૪ ના હોદ્દેદારોની વરણી કરાઈ

- સ્થાનિક જુનીયર વકીલ મિત્રોના કનડતાં પ્રશ્નોની રજુઆતોને પ્રધાન્ય અપાશે

અંકલેશ્વર,

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જેજો હેઠળ સને-૨૦૨૪ ના હોદ્દેદારોની ચુંટણીઓ યોજવામાં આવી હતી.જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલીકાના કોર્પોરેટર નિતીન આઈ.વકીલ (એડવોકેટ) તથા ઉપપ્રમુખ પદે અનંત આનંદ પોખરીયાલ (એડવોકેટ) તથા સેક્રેટરી પદે કમલેશ.ઝેડ.મોદી તથા જોઈન્ટ સેક્રેટરી પદે ભીમસી ચાવડા તથા ખજાનજી પદે પરેશ જી.પરમાર અને લાઇબ્રેરીયન તરીકે શૈલેષભાઈ ભગતની સર્વાનુમતે વરણીઓ કરવામાં આવી હતી.

સદરહું બીનહરીફ વરણીઓને બારના વકીલ મિત્રેએ વધાવી લીધા હતા.બારના નવનિર્મિત પ્રમુખ શ્રીએ વકીલમિત્રોના પડતર પ્રશ્નો તથા અન્ય કચેરીઓમાં વકીલોને પડતી હાલાકી માટે ખાસ આયોજન કરી રજુઆતો કરવાી ખાત્રી આપી હતી.અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની કામગીરી ખભે ખભા મલાવી તમામ વકીલોને સાથ સહકારની ભાવના રાખી સેવાઓ બજાવતાં આવેલ છે.નિતીન વકીલ અગાઉથી જ સેવાકીય ક્ષેત્રમાં સેવાઓ બજાવતાં આવેલ હોય અને બહોળો અનુભવ ધરાવતાં હોય ખાસ કરીને સ્થાનિક જુનીયર વકીલ મિત્રોના કનડતાં પ્રશ્નોની રજુઆતોને પ્રધાન્ય અપાશે તેવું જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!