(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગ્રામ પંચાયતની ચૂંટણીને અઢી વર્ષ વીતવા છતાં, નર્મદા જિલ્લાના સાગબારામાં વિકાસ કામો થતા નથી જેને લઈને સાગબારા ગ્રુપ ગ્રામપંચાયતના સભ્યોએ આજ રોજ સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી.
નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે જેનું સાગબારા મુખ્ય ગામ છે,અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે,સાગબારા ગ્રુપ ગ્રુપ ગ્રામપંચાયત છે જેમાં સાગબારા, પાનખલા, ઘોડાદેવી, ઘનશેરા, કંનખાડી, જીતનગર, ચિત્રાકેવડી જેવા 7 ગામોનો સમાવેશ થાય છે,ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાએ આજે 3 વર્ષ થવા આવ્યા છતાં સાગબારા ગામમાં સાફ સફાઈ, રોડ રસ્તા તેમજ લાઈટ ની કોઈ વ્યવસ્થા થતી નથી ગ્રામજનો વોર્ડના સભ્યોને સમસ્યા બતાવે છે,તો સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા ગ્રુપ ગ્રામપંચાયમાં સરપંચ તરીકે અમૃતા બહેન છે પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ વિરસિંગભાઈ કરે છે,જે સાગબારા તાલુકાના કનખાડી ગામે રહે છે,ગ્રામજનો નો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી અને તેમના પતિ બધોજ વહીવટ કરે છે.ગ્રામજનો તેમજ સભ્યોનો આક્ષેપ છે કે સરપંચને સાગબારા માંથી વોટ નથી મળ્યા માટે સાગબરામાં કોઈ કામ થાય નહિ તેવું સરપંચ નું કહેવું છે, સાગબારા ના વોર્ડ નંબર 4 ની મહિલાઓએ આક્રોશ સાથે સાગબારા ના સરપંચને હટાવવાની માંગ કરી હતી.સાથેજ તમામ સભ્યોએ સાગબારા TDO ને આવેદન આપી સરપંચ ને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી હતી.ગ્રામજનોની સમસ્યા સામે સરપંચ પતિ સભ્યોનું ના સાંભળતા ગ્રામજનો તેમની સમસ્યા નિવારણ સ્વખર્ચે કરવા હાલ મજબૂર બન્યા છે.માટે જ ગ્રામજનો તેમજ સભ્યોએ સાગબારા સરપંચ ને હટાવવાની આજે ઉગ્ર માંગ કરી હતી.
સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભ્યોનું સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ મુદ્દે આવેદન
- સરપંચ પતિ વહીવટ કરે છે,સાગબારામાં કામ કરતા નથી,ગ્રામજનોનો આક્રોશ - વોટ ન આપવાનું કારણ ધરી સાગબારા ગામમાં વિકાસ કામો અટકાવતા સરપંચ પતિ : સભ્યોનો આક્ષેપ