google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratજંબુસર તાલુકાના ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા નોટબુક...

જંબુસર તાલુકાના ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણ

(સંજય પટેલ,જંબુસર)
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે ગામના મહિલા સરપંચ કૈલાશબેન અને તેમના પતી પ્રકાશભાઈ પરમાર દ્વારા હરિબાવા સેવક સંઘના સ્વયંસેવકોને સાથ સહકાર આપી અનુસૂચિત જાતિ સમાજનાં મધ્યમ,ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની શૈક્ષણિક કારકિર્દીનાં વિકસમાટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
“હરિબાવ સેવક સંઘ ગુજરાત ગ્રુપ” એ આધુનિક યુગમાં મોબાઈલનો સદુપયોગ કરી વોટસઅપ ગ્રુપ દ્વારા સામાજિક પ્રવુતિઓ કરતુ ગ્રુપ છે.જેમાં જંબુસરના અશ્વિનભાઈ.ડી.પરમાર મૂળગામ ઉબેર કેજેઓ આ ગ્રુપમાં જોડાયેલ હોય તેમની ભારે જહેમત અને સેવાકીય પ્રવુતિના કારણે દરવર્ષે જંબુસર તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને આ લાભ મળી રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષ પણ ગામ- ટુંડેજ તાલુકો- જંબુસર ખાતે “શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું.આ વર્ષ લગભગ ૫૦૦ થી વધુ વિધાર્થીઓને 8-8 નંગ નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી છે.
સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ-ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપની સ્થાપના ૨૪/૦૭/૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી.માત્ર વોટસએપ ગૃપ હોવા છતા સમાજ સેવાના કાર્યક્રમો ગૃપ દ્વારા કરવામાં આવે છે.
કેલેન્ડર વિતરણ,નોટબુક વિતરણ,રક્તદાન કેમ્પ તથા સમાજની એકતા અને અંખડીતા જળવાય રહે એ હેતુંથી ૫૧ હિંડોળાનો મહાનૈવેધ ભરૂચ તાલુકાના “મહેગામ”ગામે શ્રી હરિબાવાના સમાધી સ્થાને ગૃપ દ્વારા આયોજિત કરવામાં આવે છે.
નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગૃપના સદસ્ય,સહયોગીઓ અને સમાજબંધુઓ,કાવી ગામના નટુભાઈ પરમાર,કાવલી ગામના લક્ષમણભાઈ મકવાણા ટુંડજ ગામના નિવૃત શિક્ષક અંબાલાલભાઈ પરમાર ઉપસ્થિતિ રહી સ્વયંસેવકોની પ્રવુતિઓને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!