Tuesday, February 27, 2024
spot_img
HomeGujaratઝઘડીયાના રતનપુર પ્રાથમિક શાળાના બાળકોને પેન પેન્સિલ અને નોટબુકોનું વિતરણ કરાયું

ઝઘડીયાના રતનપુર પ્રાથમિક શાળાના બાળકોને પેન પેન્સિલ અને નોટબુકોનું વિતરણ કરાયું

હઝરત બાવાગોર દરગાહના ખાદિમ (મુઝાવર) યાસીનમિયા સીદી દ્વારા બાળકોને આ અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

(જ્યશીલ પટેલ,ઝઘડીયા) 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી પેન પેન્સિલ અને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રતનપુર નજીક આવેલ હઝરત બાવાગોર દરગાહના ખાદિમ (મુઝાવર) યાસીનમિયા સીદી દ્વારા બાળકોને આ અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે યાસીનમિયાના પિતા મોહંમદમિયા સીદી દ્વારા પણ અવારનવાર શાળાના બાળકોને જરુરી વસ્તુઓની મદદ કરવામાં આવતી હતી, અને તેમના બાદ તેમના પુત્ર યાસીનમિયા દ્વારા પણ અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરાતું હોય છે.ઉપરાંત શાળાના વાર્ષિક પ્રવેશોત્સવ દરમ્યાન પણ તેઓ મદદરૂપ બનતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!