અંક્લેશ્વર,
અંક્લેશ્વરના ગડખોલ ગામના પી.એમ. નરેન્દ્ર મોદી અને સી.એમ યોગી ની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બૌડાએ નોટિસ પાઠવી હતી.આગામી ૭ દિવસમાં જરૂરી આધાર પુરાવારજૂ કરવા તાકીદ કરી હતી. બૌડા દ્વારા આજરોજ સ્થળ તપાસ કરી પંચકેશ કરી મકાન માલિકને ૭ દિવસ માં પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે.અંકલેશ્વર ના ગડખોલ ગામખાતે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી માં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનમાં ધાબાપર પી.એમ નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૂર્તિ સાથે રામ મંદિર બનાવ્યું છે. જે અંગે ગામના જાગૃત નાગરિક મનસુખ રાખશીયા દ્વારા બૌડા માં બાંધકામ બિન અધિકૃત હોવાનીફરિયાદ કરી હતી જે ફરિયાદ બાદબિન અધિકૃત બાંધકામ તૂટતા અટકાવવા મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.પી.એમ નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૃતિને લઈ ચર્ચામાં આવેલ મંદિર છેલ્લા ૫ દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.ગત રોજ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલઆરોપ બાદ અંતે બૌડા વિભાગઆજરોજ વહેલી સવાર થીજ સ્થળ તપાસ શરુ કરી હતી અને સ્થળ પર દોડી આવી પંચકેશ કરી રોજ કામ કર્યું હતું અને બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા પર બનાવેલ મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન ૭ ની નોટિસ પાઠવી હતી.સમગ્ર મામલે હવે બૌડા દ્વારા આગામી ૭ દિવસ બાદ જો પુરાવા રજૂ ના કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે.ત્યારે ખરેખર બાંધકામ અને તેના પર બનેલા મંદિરની કાયદેસરતા પર સવાલ ઉભા થયા છે.જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
દસ્તાવેજી પુરાવા જોયા બાદ નિર્ણય લઈશું બૌડા અધિકારી નીતિન પટેલ એ જણાવ્યું હતું કે પ્રાથમિક સ્થળ તપાસ કરી છે.પંચકેશ કરી જરૂરી કાર્યવાહીના ભાગરૂપે ૭ દિવસમાં જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી છે તે જોયા બાદ નિર્ણય લઈશું તેમ બૌડાના અધિકારીએ જણાવ્યું હતું.