google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratએનટીપીસી ઝનોર દ્વારા ભરથાણામાં સોલાર હાઈમાસ્ટ લાઈટ અને નાંદમાં બસ સ્ટેન્ડનું નિર્માણ...

એનટીપીસી ઝનોર દ્વારા ભરથાણામાં સોલાર હાઈમાસ્ટ લાઈટ અને નાંદમાં બસ સ્ટેન્ડનું નિર્માણ કર્યું

ભરૂચ,

કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એનટીપીસી ઝનોર દ્વારા ભરથાણા ગામમાં સોલાર હાઈમાસ્ટ લાઈટ અને નાંદ ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ કર્યું.આ ઉત્કૃષ્ટ પહેલનું ઉદ્ઘાટન ૨૭.૦૫.૨૦૨૪ ના રોજ સતીષકુમાર ગુજરાણીયા, જનરલ મેનેજર (ઝનોર) દ્વારા ગ્રામ પંચાયતને સોંપવામાં આવેલ છે. 

આ કાર્યક્રમ દરમ્યાન ભરથાણા ગામના સરપંચે એનટીપીસી ઝનોર ગંધારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ લાઈટો અમારા ગામને રોશની કરે છે અને ખાસ કરીને મહિલાઓ માટે રસ્તાઓ પર સલામતીની સુવિધા પણ પૂરી પાડે છે. 

એજ રીતે નાંદ ગામના સરપંચે તેમના વિસ્તારમાં બસ સ્ટેન્ડની જરૂરિયાત પૂરી કરવા બદલ એનટીપીસી ઝનોરનો આભાર માન્યો હતો.આ સાથે સ્વચ્છતા પખવાડા ૨૦૨૪ અંતર્ગત ૨૭ મે ૨૦૨૪ ના રોજ એનટીપીસી ઝનોર વતી નાંદ ગામમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને સ્વચ્છતાના મહત્વને સમજવાનો હતો.

આ મહત્વના પ્રસંગે ઉત્પાદન એવાં અનુરક્ષણ વિભાગના વડા રોચક સક્સેના,માનવ સંસાધન વિભાગના પ્રમુખ વિજય લક્ષ્મી મુરલીધરન,વિધુત અનુરક્ષણ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર ધીરેન્દ્ર પાલ જાજોરીયા, માનવ સંસાધન વિભાગના સિનિયર મેનેજર સ્મૃતિ શ્રીવાસ્તવ અને સિવિલ વિભાનના મેનેજર દિનેશ કુમાર મીના અને અન્ય કર્મચારીઓ અને ગામના રહેવાસીઓ પણ હાજર હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!