ભરૂચ,
NTPC ઝાનોર ગંધાર,કોર્પોરેટ સામાજિક જવાબદારી “સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત” અંતર્ગત ગાંધી મેદાન ઊર્જા નગર ટાઉનશિપ ખાતે ૨૨ અને ૨૩ ડિસેમ્બરના રોજ બે દિવસ માટે ગ્રામીણ યુવાનો માટે આંતર ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન પ્રોજેક્ટ હેડ અનિલ બાવેજાએ તમામ સ્પર્ધકોને ટીમ સ્પિરિટ સાથે રમવા અને મેચ જીતવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે કહ્યું કે આ ટુર્નામેન્ટ ગામડાના યુવાનો માટે તેમની પ્રતિભા, સમર્પણ અને ટીમ વર્ક દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.આ બે દિવસીય આયોજિત આંતર ગામ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ ગામ સામલોદ, શાહપુરા,સિંધોત, ઝાનોર અને અંગારેશ્વરની ટીમોએ ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી-શર્ટ, ટ્રેક પેન્ટ અને ક્રિકેટ કીટ આપવામાં આવી હતી.પાંચ ગામો વચ્ચેની ગળાકાપ સ્પર્ધા બાદ ઝાનોરની ટીમે જીત મેળવી હતી.સામેલ તમામ ખેલાડીઓને વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમ કે દરેક સહભાગીને પાર્ટિસિપન્ટ શીલ્ડ, મેન ઓફ ધ મેચ,વિવિધ ખેલાડીઓને મેન ઓફ ધ સિરીઝ,બેસ્ટ બેટ્સમેન,બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર અને વિનર ટ્રોફી આપવામાં આવી હતી.બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં ખેલદિલી,સૌહાર્દ અને તંદુરસ્ત સ્પર્ધાનું પ્રદર્શન જોવા મળ્યું હતું.