google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeવાગરાના ઓચ્છણ ગામે દુકાન ઉપર આવેલા વિધર્મીઓને ગાળો ન બોલવાનું કહેતા સળગતો...

વાગરાના ઓચ્છણ ગામે દુકાન ઉપર આવેલા વિધર્મીઓને ગાળો ન બોલવાનું કહેતા સળગતો કાંકરો ફેંકી દુકાન સળગાવી દેવાના પ્રયાસમાં ૧૧ વિધર્મીઓ સામે ગુનો દાખલ

- વાગરા પોલીસે ૧૧ લોકો સામે રાયોટીંગ,જાનથી મારી નાંખવાની કોશિશ સહિતના ગંભીર પ્રકારની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસ કાફલો ખડકી દીધો - વાતાવરણ દોહરાય તે પહેલા જ સ્થળ ઉપર પોલીસ કાફલો ખડકી હુમલાખોરોની ધરપકડ કરી હોવાના અહેવાલો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાતા ઓચ્છણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ

ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામના રામજી મંદિરના પાછળના ભાગે અનાજ કાળીયાના તેમજ બાલાજી જનરલ સ્ટોર ચલાવતા હોય અને ગામના વિધર્મી યુવકો દુકાન નજીક ગાળા ગાળી કરતા તેમને ટોકતા ઉશ્કેરાયેલા વિધર્મીના ટોળાએ સળગતા કાંકરા દુકાનમાં નાંખતા કોથળા અને પુઠ્ઠાં સળગી ઉઠતા અને આ કાફિરોને સળગાવી દો કહી ધીંગાણું કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મામલાને કાબુમાં લઈ ૧૧ લોકો સામે ગુનો દાખલ કરી હુમલાખોરો ની ઘરપકડ કરવાની કવાયત કરી હતી.
વાગરા પોલીસ સૂત્રો થકી મળેલ વિગતો અનુસાર કિશનભાઈ કૈલાશચંદ્વ કુમાવત હાલ રહે, ઓચ્છણ,રામજી મંદીર,તાલુકો-વાગરા, મુળ રહે, બાગા કા ખેડા,સુથાર મોહોલ્લો, તાલુકો -હુરડા જીલ્લો-ભીલવાડા (રાજસ્થાન) જેઓ ઓચ્છણ ગામે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે.ઓચ્છણ ગામે રામજી મંદીરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રણા ને મળી મંદીરના નીચેના ભાગે પાછળ તરફના ખંડમાં અનાજ – કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે.ઓચ્છણ વાંટા ફળીયામાં રહેતા અબ્દુલ મહમદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા. દરમિયાન ગઈ કાલ તા. ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ રાતના આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પુજા દુકાને હાજર હતા.તેવામા અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તેહજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા કિશન ભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપેલ. તેવામાં તલ્હા તથા તેની સાથેનો તેહજીબ જેઓ દુકાન આગળ જોર જોરથી ગાળો બોલતા હતા જેમને ગાળો બોલવાની ના પાડી હતી.તેવામા તેમની બુમો સાંભળી જાવીદ આદમ પટેલ,હુજેફ જાકીર પટેલ,મુસ્તાક મહમદ પટેલ,સઈદ મહમદ પટેલ,તસ્લીમા અબ્દુલ પટેલ,સબીના મુસ્તાક પટેલ,ફીરોજા મુસ્તાક પટેલ,રીયાઝ મુસ્તાક પટેલ,અબ્દુલ મહમદ પટેલ ની સાથે બીજા ૧૫ થી ૨૦ જેટલા મુસ્લીમ સમાજના લોકોનુ ટોળુ કિશનભાઈ ની દુકાન આગળ આવી ગયુ હતુ.તેવામા આ લોકો કિશનને ગમે તેમ માં બેન સમાણી ગાળો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે.તેમ કહી કિશન ને અબ્દુલ મહમદ પટેલ,મુસ્તાક મહમદ પટેલ,હુજેફ જાકીર પટેલ,જાવીદ આદમ પટેલ એ પકડી ગળાના ભાગે,પીઠના ભાગે ઢીકાપાટુનો તથા પટ્ટા વડે માર મારવા લાગેલ હતા.આ તકરારમાં કિશન ના શર્ટના બટનો તુટી ગયા હત.તેવામા તેઓની સાથેના બીજા માણસો એ પણ છુટા પથ્થરો નાંખતા જેમાં અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર વાગ્યો હતો.અબ્દુલ મહમદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગતો કાકડો લઈ ને આવી સળગાવી દો તેમ કહી કિશનની દુકાનમા સળગતો કાકડો નાંખતા દુકાન માં ખુણામા પડેલ પુઠા તથા કોથળા સળગી ઉઠયા હતા.તે પછી વધારે ઝઘડો થતા ઓચ્છણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવેલ હતા.ટોળા ના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રણાને ફેટ પકડી નીચે પાડી ઢીકા પાટુનો માર મારી ટી-શર્ટ પણ ફાડી નાંખેલ હતી.અને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.કિશન તેમની પત્ની પુજાબેન અને ધર્મેન્દ્રસિંહ રણાને ઢીકા પાટુનો માર મારવામાં આવતા આ અંગે વાગરા પોલીસ મથકે જાવીદ આદમ પટેલ,હુજેફ જાકીર પટેલ,મુસ્તાક મહમદ પટેલ,સઈદ મહમદ પટેલ,તસ્લીમા અબ્દુલ પટેલ,સબીના મુસ્તાક પટેલ, ફિરોજ મુસ્તાક પટેલ,રિયાઝ મુસ્તાક પટેલ,અબ્દુલ મહમદ પટેલ,તલ્હા અબ્દુલ પટેલ,તેહજીબ અબ્દુલ પટેલ તમામ રહે ઓચ્છણ વાગરાનાઓ સામે આઈપીસીની કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૩૩૭,૪૩૬,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરાયો છે.
અબ્દુલ પટેલના છોકરાઓ દુકાન નજીક ગાળા ગાળી કરતા હોય તે બાબતે ટોકતા તેમના છોકરાઓ તથા અન્ય લોકોએ દોડી આવી એક સંપ થઈ મંડળી બનાવી દુકાનમાં સળગતો કાંકરો નાંખી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોય જે બાબતે પોલીસને માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી મામલા ઉપર કંટ્રોલ મેળવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલ સ્થળ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હોવાનું ડીવાયએસપી પી એલ ચૌધરીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા સમય પહેલા ભરૂચમાં મંદિર ફૂંકી મારવાના પ્રયાસની શાહી સુકાઈ નથી આરોપી પકડાયા નથી ત્યાંજ વાગરાના ઓચ્છણ ગામે રામજી મંદિરની નીચે કરિયાણા ની દુકાનને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવતા પોલીસે પણ સ્થળ ઉપર પહોંચી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરી નક્કર કાર્યવાહી કરતા વાતાવરણ દોહરાતું પોલીસને બચાવવામાં સફળતા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!