google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeપાનોલીમાં બનતા ઝેરી કેમિકલનો સુરત જીલ્લાના ગોથાણની ખાડીમાં ૨૮ ટન ઝેરી કેમિકલ...

પાનોલીમાં બનતા ઝેરી કેમિકલનો સુરત જીલ્લાના ગોથાણની ખાડીમાં ૨૮ ટન ઝેરી કેમિકલ ઠાલવવા જતું ટેન્કર ઝડપાયું

- પોલીસે ટેન્કર સાથે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી : પનોલીના VAP WROLD CHEMICALS નામની ફેક્ટરી માંથી જોખમી કેમિકલ ભરાયુંનું સામે આવ્યું

ભરૂચ,

પાનોલી જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ઉત્પાદિત કરતી કંપની સુરત જિલ્લામાં પોતાનો કેમિકલ વેસ્ટનો જથ્થો ગેરકાયદે ડમ્પિંગ કરાવતી હોવાનું કૌભાંડ સુરત જીલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું છે.પાનોલીથી સુરત જીલ્લાના ગોથાણ ગામે આવેલ ખાડીમાં કેમિકલ ખાલવવા જતા ટેન્કરને શિયાલજ ગામની સીમમાં બાતમીના આધારે પકડાયું હતું.ટેન્કર માંથી જોખમી ૨૮ ટન ઝેરી કેમિકલ મળી આવ્યું હતું.પોલીસે ટેન્કર સાથે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી હતી. પાનોલી જીઆઇડીસીમાં આવેલી VAP WROLD CHEMICALS નામની ફેક્ટરીમાંથી જોખમી કેમિકલ ભરાયું હતું. જ્યારે કેમિકલ ભરવા ટેન્કર મોકલનાર ટેન્કર માલિક ઝેરી કેમિકલ ભરાવનાર ફેક્ટરી માલિક તેમજ તેના બે કર્મચારીઓ ઉપર કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.જીપીસીબી વધુ એક વખત નિંદ્રામાં હોવાનું સપાટી ઉપર આવ્યું છે.

સુરત જીલ્લા તેમજ ભરૂચ જીલ્લાની જીપીસીબીની ઓફિસોની લાલિયા વાડી અને અધિકારીઓના મેળાપીપણાના કથિત આરોપો વચ્ચે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માંથી મોટા પ્રમાણમાં જેરી કેમિકલ વાળો કચરો જીલ્લામાં ગેરકાયદેસર ડમ્પિંગ કરાય છે.

અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માંથી ઝેરી કેમિકલનો ગેરકાયદે નિકાલ કરી તેનો જમીનમાં ઉતારવાનો વેપલો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે.આ વેપલાને ડામવા માટે જીપીસીબી સદંતર નિષ્ફળ નીકળ્યું હોય તેમ આવા ટેન્કર પકડાઈ રહ્યા છે.ગત વર્ષે પણ માંગરોળ તાલુકાના મોટા બોરાસરા જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં ગેરકાયદે સંગ્રહ કરવામાં આવેલા કેમિકલના બેરલને ખોલતી વખતે કેમિકલ લીકેજ તથા ત્રણ જણાના મૃત્યુ થયા હોવાની ઘટના બની હતી.આ ઉપરાંત સુરત જીલ્લામાં પલસાણામાં ટેન્કરમાંથી કેમિકલનો નિકાલ કરતી વખતે કેમિકલ લાગી જવાથી કેટલાક મજૂરોના મૃત્યુ થયાની ઘટનાઓ બની હતી.અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલનો ગેરકાયદે નિકાલ કરવામાં આવે છે.પાનોલીની હદ પર જ કોસંબા આવેલું હોવાથી કોસંબાના આજુબાજુના વિસ્તારમાં મોટાભાગનામાં ઝેરી કેમિકલ અને કચરો નિકાલ કરવામાં આવે છે.જેમાં કેમિકલ ભરેલા ટેન્કરોને કીમ નદીના કોતર અને ખાડીઓમાં છોડવામાં આવતા હોય તેનું પાણી કીમ નદીમાં જતા ઝેરી કેમિકલને કારણે છાશવારે કીમ નદીમાં માછલા અને જળચરો મરવાની ઘટનાઓ બનતી આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!