google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratગુજરાત સ્ટેટ વેઈટ લીફટીંગ એસોસિએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

ગુજરાત સ્ટેટ વેઈટ લીફટીંગ એસોસિએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

ભરૂચ,
ગુજરાત સ્ટેટ વેઈટ લીફટિંગ એસોસિએશનની નવસારી ખાતે યોજાયેલ બોર્ડ મિટિંગમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી.જેમાં એકઝીકયુટીવ કમિટી મેમ્બર્સમાં ભરૂચના રવિન્દ્રભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ વેઈટ લીફટીંગ એસોસિએશનની સ્પેશ્યલ જનરલ બોડી મીટીંગ નવસારી ખાતે યોજાઈ હતી.જેમાં ગુજરાત સ્ટેટ વેઈટ લીફટીંગ એસોસિએશનના એડ હોક કમીટીના ચેરમેન કુમ્બાસી સુબ્રમણ્યા,એડવોકેટ રજનીશ ભાસ્કર,વિજય કરપે,રીટર્નીંગ ઓફીસર કૌશીક બીડીવાલા, વેઈટ લીફટીંગ ફેડરેશનના ઓબઝર્વર રવિશર્મા,ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના ઓબઝર્વર લક્ષમણ કરંજગાવકર ઉપસ્થિત રહયા હતા.જેમાં ગુજરાત સ્ટેટ વેઈટ લીફટીંગ એસોસિએશનના આગામી ચાર વર્ષ માટેના પ્રમુખ તરીકે વડોદરાના રાજેન્દ્ર સેલર,ઉપપ્રમુખ તરીકે મહેસાણાના ડૉકટર મિહિર પટેલ,વલસાડના હૂફરીઝ ચિનોઈ,જનરલ સેક્રેટરી તરીકે નવસારીના ડૉકટર મયુર પટેલ,જોઈન્ટ સેક્રેટરી અમિતસિંહ રાઠોર,ટ્રેઝરર ડૉકટર રૂસ્તમ સદરી, એકઝીકયુટીવ કમિટી મેમ્બર્સમાં જૂનાગઢના ગીરીશકુમાર પાંચાણી,સુરતના છાયા પટેલ,ભરૂચના રવિન્દ્ર એમ પટેલ સહિતનાઓની હોદ્દેદાર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!