ભરૂચ,
ગુજરાતમાં ચૂંટણી બાદ ૧૫૬ સીટો પર ભાજપની જીત થઈ ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે.ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુધ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે જુના ભરૂચ શહેરના વોર્ડ ૭,૯ અને ૧૧ માં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ધારાસભ્યની નગરપાલિકાના ગ્રાન્ટ ૨ કરોડના ખર્ચે રોડ-રસ્તા,પેવર બ્લોક,ગટર લાઈન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.તદુપરાંત શહેરી વિસ્તારમાં આવનારા સમયમાં ૧.૩૪ કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ પુરી થતા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર છે.ઉલ્લેખ છે કે ભરૂચ શહેરના જુના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાંસોની સફાઈ કામગીરી સાથે બોક્ષ ગટરની કામગીરીની આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે જેનાથી લોકોને ગંદકીના સામ્રાજ્ય સામ્રાજ્યથી છુટકારો મળશે.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરપાલિકાના વોર્ડ ૭,૯ અને ૧૧ના વોર્ડના ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.