google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratપૂજામાં પહેલીવાર રાજકીય નેતાઓની બાદબાકી : સામાજીક સમરસતાના ભાગરૂપે દલિત,રોહિત,કહાર,માછી,કાછીયા સમાજનાં અગ્રણીઓ...

પૂજામાં પહેલીવાર રાજકીય નેતાઓની બાદબાકી : સામાજીક સમરસતાના ભાગરૂપે દલિત,રોહિત,કહાર,માછી,કાછીયા સમાજનાં અગ્રણીઓ પ્રસ્થાન પૂજામાં જોડાશે

- રાજપીપલા નગરમાં ભારે દબદબાપૂર્વક નીકળનારી ૩૨ મી રથયાત્રા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હિન્દુઓની આસ્થાનાં પ્રતીક સમી ૩૨ મી રથયાત્રા રાજપીપલા નગરમાં રવિવારે અષાઢ સુદ બીજના દિવસે ભારે દબદબાપૂર્વક નીકળશે.જેમાં ભગવાન નગરચર્યાએ નીકળશે.આ રથયાત્રા રાજપીપલા શહેરના સુપ્રસિદ્ધ શ્રી રાધાકૃષ્ણનાં મંદિરેથીબપોરના ૩-૦૦ કલાકે નીકળશે.
રથયાત્રા ભારતની લોકસંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતિક છે. રથયાત્રા સાચા અર્થમાં માનવમાત્રની એકતાનો સંદેશ આપે છે અને પ્રતિવર્ષે મોટી સંખ્યામાં લોકો આ પ્રસંગને એક લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છે.જે નગરનું ગૌરવ છે.બંન્ને ભાઇઓ ભગવાન શ્રી બલભદ્રજી અને શ્રીકૃષ્ણ તથા તેમની ભગિની દેવી સુભદ્રાજીની પૂજા થતી હોય તેવો આ એક જ પુણ્ય ઉત્સવ છે.માનવ માત્રને ભેદભાવ ભૂલી હર્ષોલ્લાસ સાથે રથયાત્રામાં ભાગ લઇ,ભગવાન સાથે નગરમાં ફરીને,સમીપથી દર્શન ઝાંખીનો લાભ લઈ ભક્તો ધન્યતા અનુભવશે.આ રથયાત્રામાં રાજપીપલામાં વસતા દરેક સમાજના અગ્રણીઓ, સંતોમહંતો – સાધુસમાજ જોડાશે અને રથયાત્રાનો શુભારંભ કરાવશે યાત્રા પૂર્વેઅર્ચન આરતી થશે.શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાનનું પૂજન રથયાત્રાના માર્ગ પર સૌ ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરશે રથયાત્રાનો માર્ગ દર વર્ષની જેમ યથાવત રાખવામાં આવેલ છે.
આ વખતની ખાસ વિશેષતા એ છે કે સામાજીક સમરસતાના ભાગ રૂપે આ રથયાત્રામાં રાજપીપલાના દરેક સમાજના અગ્રણીઓ દ્વારા પૂજા કરવામાં આવનાર છે.જેમાં પહેલીવાર સામાજીક સમરસતાના ભાગ રૂપે દલિત, રોહિત, કહાર, માછી, કાછીયા સમાજનાં અગ્રણીઓ પ્રસ્થાન પૂજામાં જોડાવાં આમંત્રણ અપાયું છે.જેમાં આ પૂજામાં પહેલીવાર રાજકીય નેતાઓની બાદબાકી કરાઈ છે જેથી દરેક સમાજને પૂજાનો લાભ મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!