ભરૂચ,
પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતાં ૨૩૪ મહિલા લોકરક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવતા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.
પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતાં કુલ ૨૩૪ મહિલા લોકરક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહીત જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઈન્સ્પેકટર ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરની પરંપરાને નીહાળી હતી અને પરેડ દરમ્યાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.તો જીલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાએ પરેડને સલામતી આપી હતી.
મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતાં ભરૂચમાં ૨૩૪ મહિલા લોકરક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો
- જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો - પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ પરેડ નીહાળી