(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદામાં જિલ્લો બહુધા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આ આદિવાસીઓ માટે હોળી પર્વ સૌથી મોટો તહેવાર ગણાય છે. હાલ પર પ્રાંતમાંથી આદિવાસીઓ હોળી મનાવવા મોટી સંખ્યામાં માદરે વતન પાછા ફરી રહ્યા છે.ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓ ધૂમ ખરીદી કરતા હોય છે. રાજપીપલાનાં બજારમાં આદિવાસીઓ હોળીની ધૂમ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.
હોળી ટાણે રાજપીપલાનાં બજાર માં ધાણી, ચણા, ખજૂર, કોપરા, હારડાનું બજાર ખડકાયુ છે. આદિવાસીઓ રાજપીપલાનાં બજારમાં ધાણી, ચણા,ખજૂર, કોપરા, હારડા ખરીદવા ઉમટી પડ્યા છે.અહીં આદિવાસીઓમાં ઘઉની સેવો ખરીદવાનો પણ ખાસ રિવાજ છે.આદિવાસીઓ માટે રાજપીપલાનાં બજારમાં ઘઉનીસેવોનું પણ બજાર ખડકાયું છે.પાંચ પાંચ દિવસ સુધી હોળી માનવતા આદિવાસીઓ હોળીકા દહન વખતે હોલીની પૂજામાં ધાણી ચણાનો પ્રસાદ ચઢાવે છે.ખાસ કરીને ધાણી, ચણા,ખજૂર, કોપરા, હારડા આરોગ્ય માટે પણ હિતકર હોય છે.ખાસ કરીને ઠન્ડીની વિદાય અને ગરમીની શરૂઆત માં ઋતુ સંધિ થતી હોઈ ખાંસી શરદી કફ જેવી બીમારિઓ આ ઋતુમાં થતી હોઈ ધાણી, ચણા,ખજૂર,કોપરા,કફ નાશક હોઈ તેનું સેવન આરોગ્ય માટે આ ઋતુમાં લાભદાયક ગણાય છે તેથી આમ જનતા પણ ધાણી, ચણા,ખજૂર, કોપરાની ખરીદી કરતા હોય છે. રાજપીપલાનાં બજારમાં ધાણી, ચણા,ખજૂર,કોપરા, હારડાનો નવો માલ ખડકાયો છે. આ વખતે ભાવમાં પણ ઘટાડો હોઈ ધાણી, ચણા,ખજૂર, કોપરાની ધૂમ ખરીદી નીકળી છે.
હોળી પર્વે માદરે વતનથી પાછા ફરતા આદિવાસીઓની રાજપીપલાનાં બજારમાં હોળીની ધૂમ ખરીદી
- રાજપીપલાનાં બજારમાં ધાણી,ચણા,ખજૂર,કોપરા,હારડાનું બજાર ખડકાયુ : ભાવમાં ઘટાડો : હોળીમાં પૂજામાં ધાણી-ચણાનો ઉપયોગ થાય છે