ભરૂચ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય – વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ થતાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ગુલાબ આપી આવકારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ શાંતિમય અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે કલેકટર અને શિક્ષણાધિકારીએ સ્થળ મુલાકાત કરી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય – વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહનો માહોલ દેખાઈ રહ્યો હતો.જીલ્લામાં ધો.૧૦ ના ૮૨ બિલ્ડીંગમાં ૨૩,૩૮૪ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૩૧ બિલ્ડીંગમાં ૯૫૫૨ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.ત્યારે ભરૂચ જીલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય અને તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.દરેક પરીક્ષા કેન્દ્રો પણ વિદ્યાર્થીઓને આવકાર્ય આજે સવારે ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા.જ્યાં તેઓને દરેક પરિક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્ય હતા.
જ્યારે ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરા અને જીલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓએ GNFC નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી સારી રીતે પરીક્ષામાં આપવાની શુભેચ્છાઓ પાઠવી હતી.તમામ બ્લોકમાં સીસીટીવી લગાવવા આવ્યાં બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ – સુરક્ષાપ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ,આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ આરોગ્યલક્ષી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે.બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે.જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈપણ વ્યકિત કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.