google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratરૂપાલાના નિવેદન મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય - રાજપુત સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને...

રૂપાલાના નિવેદન મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય – રાજપુત સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને ૧૫ હજારથી વધુ પત્ર લખવાની ઝૂંબેશનો પ્રારંભ

ભરૂચ,

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે રાજપુત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.ત્યારે રૂપાલાના મુદ્દે  ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય – રાજપુત સમાજની બહેનો દ્વારા ૧૫ હજારથી વધુ પત્રો લખવાનો પ્રારંભ કરાયો છે.                

ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટીકીટ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.ત્યારે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજની બહેનોએ વડાપ્રધાને બહેનોને કહેલ કે મુશ્કેલીમાં હોવ તો પત્ર લખશો તેને યાદ કરી તેઓને સમાજની બહેનો આજથી જ ભરૂચના રાજપુત છાત્રાલય ખાતેથી પત્ર લખી રૂપાલા હટાઓ સ્વમાન બચાવોના નારા સાથે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરાવવાની માંગ કરી રહી છે.સમાજની બહેનો દ્વારા ૧૫ હજારથી વધુ પત્રો વડાપ્રધાનને લખવામાં આવનાર હોવાનું મહિલા અગ્રણીઓએ જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજપુત સમાજના અન્ય હોદ્દેદારો સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!