google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratનેત્રંગ-રાજપારડી રોડ પર ભોટનગરના પાટીયા પાસે બાઈક-ટ્રેકટર ભટકાતા બાઈક પર પાછળ બેઠેલા...

નેત્રંગ-રાજપારડી રોડ પર ભોટનગરના પાટીયા પાસે બાઈક-ટ્રેકટર ભટકાતા બાઈક પર પાછળ બેઠેલા યુવકનુ ધટના સ્થળે મોત

- ચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ મા સારવાર હેઠળ - ડબલ એન્જીનની સરકારના રાજમા યુવકની લાશનુ પીએમ ૧૫ થી ૧૬ કલાક બાદ થતા તંત્ર પ્રત્યે ભારે રોષ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ઝરીયા (અસનાવી) ગામના બે યુવકો રાહુલ શાંતિલાલ વસાવા તેમજ અવિનાશ નટુભાઈ વસાવા ગતરોજ રાત્રિના આઠ વાગ્યા આસપાસ તેઓના ગામમા રહેતા પ્રવિણભાઈ દેવજીભાઈ વસાવાનો ભાણેજ ધર્મેન્દ્ર કલ્પેશભાઈ વસાવાને નેત્રંગ મુકામે આવેલ હોય જેને લેવા માટે પ્રવિણભાઈ ની મોટર સાયકલ નંબર જીજે ૧૬ સીએલ ૮૫૭૭ લઈને ઝરીયાગામેથી આવી નેત્રંગ આવી રહ્યા હતા.તે સમય દરમિયાન આઠ થી સડાઆઠ વાગ્યા ની આસપાસ ભોટનગર ગામે લાલ કલરનુ ટ્રેક્ટર કે જેનો કોઈ આરટીઓ નંબરના હોય ટ્રેક્ટર નો એન્જીન નંબર આઈપીએલ ૨ કેએમ ૦૧૮૫ હોય જેનો ચાલક ગફલતભરી રીતે હંકારી લાવતા ભોટનગર ગામના પાટીયા પાસે આવેલ મારવાડીની દુકાન પાસે એકદમ વળાક લેતા સામેથી આવી રહેલ મોટરસાયકલ સામે ભટકાતા મોટર સાયકલ ઉપરથી ફંગોળાય ગએલ બંન્ને યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક પાછળ બેઠેલ અવિનાશ નટુભાઈ વસાવા ઉ.વ. ૧૭ ને માથાના ભાગ સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતા તેનુ ધટના સ્થળે જ મોત નિપજયુ હતુ  જ્યારે બાઇક ચાલક રાહુલ શાંતિલાલ વસાવાને પણ શરીર ના ભાગોએ ગંભીર ઈજાઓ થતા ખાનગી વાહન મારફતે નેત્રંગ ખાતે આવેલ એક ખાનગી દવાખાનામા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યો છે.બનાવને લઈને ધટના સ્થળે લોકટોળ ઉમટી પડ્યા હતા.બનાવને લઈને ઝરીયા (અસનાવી) ના ગામજનો નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.નેત્રંગ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

નેત્રંગ ખાતે સરકાર માબાપ થકી લાખો રૂપિયાની લાગતથી ગરીબ લોકોના જનઆરોગ્યની સુખાકારી માટે બનાવેલ રેફરલ હોસ્પિટલ ૮ થી ૯ વર્ષનો સમય ગાળો વિતી ગયો હોવા છતા સુવિધાઓનો અભાવના કારણે કાયમી સ્વીપર ના હોવાના કારણે અવિનાશ ની લાશ પીએમ વગર ૧૫ થી ૧૬ કલાક સુધી પીએમ રુમા પડી રહી હતી.

નેત્રંગ ખાતે બનાવવામા આવેલ રેફરલ હોસ્પિટલ બન્યાને આઠ થી નવ વર્ષનો સમયગાળો વિતી ગયો હોવા છતા પણ ડબલ એન્જીનની સરકારના રાજમા ગરીબ આદિવાસી લોકોએ હોસ્પિટલ મા અપુરતી સુવિધાઓના કારણે ભારે હાડમારી વેઠવી પડી રહી છે.જેને લઈને અનેકો વખત ઉચ્ચ અધિકારીઓ થી લઇ ને પદાધિકારીઓ નુ દયાન દોરવા છતા હાલત એની એજ રહી છે.જેના કારણે ગતરોજ ભોટનગર ગામે બાઈક તેમજ ટેકટર સાથે થયેલ અકસ્માત મા મોતને ભેટેલા અવિનાશ વસાવાની લાશ રાત્રિના આઠ ત્રીસથી રેફરલ હોસ્પિટલના પીએમ રુમા રાખવામા આવી હતી.સ્વીપર નહિ હોવાના કારણે આજે ૧૪મી ના રોજ સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના સમય ગાળામા પીએમ કરવામા આવતા કુટુંબીજનો સહિત સમસ્ત આદિવાસી સમાજમા રોષની લાગણી તંત્ર પ્રત્યે જોવા મળી રહી છે.

રેફરલ હોસ્પિટલ નેત્રંગ ખાતે તાત્કાલિક અસર થી અપુરતા સ્ટાફ સહિત અન્ય સુવિધાઓ ગરીબ આદિવાસી પ્રજાને મળી રહે તે બાબતે ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ધ્યાન આપશે ખરા ? તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!