(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે કાવેરી નદીના કિનારે આવેલ જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથ ગુફા રામેશ્વર મહાદેવ અને જ્ઞાનેશ્વર હનુમાનજી તથા રામજી અને સરસ્વતી માતાની સુપ્રસિદ્ધ મંદિર આવેલા છે અહીં અમરનાથ ગુફા ખાતે દર વર્ષે દિવ્ય સ્વરૂપ બરફાની બાબા બરફના શિવલિંગ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે.ઝઘડીયા તાલુકાના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમના મહંત કુષ્ણદાસજી એક નિવેદન માં જણાવ્યું છે કે તા. ૦૮.૦૩.૨૦૨૪ ને શુક્રવાર ના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન આશ્રમ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે. ભાવિક ભક્તો એ લાભ લેવા ભાવભીનું નિમંત્રણ છે.