google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratવિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયાના મોટા સાંજા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન...

વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયાના મોટા સાંજા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

- કેમ્પમાં આશરે ૩૦ જેટલ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાભરમાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા.જેમાં અલગ અલગ બ્લડ બેન્કના સહયોગથી મોટાપાયે રક્તદાન થયું હતું.ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામ ખાતે મોટા સાજાં ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સંયુક્ત ઉપક્રમે અને યુનિટી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ૩૦ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ સાવિત્રીબેન રિજુભાઈ વસાવા ઉપસરપંચ જીતેન્દ્રસિહ રાઠોડ,તલાટી કમ મંત્રી નિલમબેન તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સીએચઓ શાહીનબેન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!