google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratવિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ભરૂચ કલેકટરના અધ્યક્ષપદે તેઓના નિવાસે સંવાદ કાર્યક્રમ...

વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ભરૂચ કલેકટરના અધ્યક્ષપદે તેઓના નિવાસે સંવાદ કાર્યક્રમ યોજાયો

- ખેતીની જમીનની ફળદ્રુપતા જાળવવા જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો વાર્તાલાપ યોજાયો

ભરૂચ,

આજે ૫ મી વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ છે.આ નિમિત્તે ભરૂચ જીલ્લામાં કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે ખેતીની જમીનની ફળદ્રુપતા જાળવવા જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો વાર્તાલાપ કલેકટર નિવાસે યોજાયો હતો.

આ સંવાદમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસના ભાગરૂપે કલેકટર નિવાસ ખાતે જીલ્લાના પ્રગતીશીલ ખેડૂતો તથા જીલ્લાના નવ તાલુકાઓના ગામડાઓના સચપંચોને પરીવાર જનો સમજીને અપીલ કરતાં કહ્યું કે રાજ્ય રાજ્યપાલના સ્વપ્ન એવા સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના સ્તુત્ય પ્રયાસોને ભરૂચ જીલ્લો અગ્રેસર રહે તેવી સંકલ્પના સેવી હતી.

આ ઉપરાંત તેમણે સચપંચોને કહ્યું કે ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જહેમત ઉઠાવીને એક મિશન મોડ પર કારગીરી કરીને પણ આગામી પેઢીને ઝેરમુક્ત ખેતી તરફ વાળીને વારસાગત ખેતીમાં જ પ્રાકૃતિક ખેતીને અપનાવીએ તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ખેતીવાળી અધિકારી માંડાણી,બોર્ડ ઓફ એન્વાર્યમેન્ટ સસ્ટેનેબલ ટ્રસ્ટના ચેરમેન સનજીવ વર્મા તથા નવ તાલુકાઓના ગામડાઓના સચપંચો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!