google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratફરી એકવાર મોદી સરકારના સ્લોગન દીવાલ પર કંડારી કમળ સાથે ભરૂચની જનતાના...

ફરી એકવાર મોદી સરકારના સ્લોગન દીવાલ પર કંડારી કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભાજપની તૈયારીઓ શરૂ

- ભરૂચ લોકસભામાં કમળના ઉમદેવાર સાથે ભાજપની ચૂંટણી તૈયારીનો આરંભ - ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રીક લગાવી ભાજપને ભેટ આપશે અને ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે : પ્રદીપસિંહ જાડેજા - ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યવાહીનો કમળ પેઈન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ : મારૂતિસિંહ અટોદરિયા

ભરૂચ,
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે, ગુજરાત ફરી 26 માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રીક લગાવશે, તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી.
બેઠક પેહલા પૂર્વ ગૃહમંત્રી,ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો,પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઈન્ટિંગનો કાર્યકમ યોજાયો હતો.જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દીવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એકવખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું.
બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામમંદિરની સ્થાપના સાથે રામરાજ્યની શરૂઆત દેશમાં થઈ છે.વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવા સો કરોડ ભારતીયો અને ભાજપે નીર્ધાર કર્યો છે.મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014, 2019 માં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે.ફરી વખત ગુજરાત 26 માંથી 26 બેઠક ભાજપને આપી હેટ્રીક બનાવવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી વિજય બનશે.જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશેનું જણાવી, ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક આપના ચૈતર વસાવા, કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેઇન્ટિગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું.
બેઠક અને વોલ પેઈન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકસી,સંગઠન પ્રભારી અશોક પટેલ,સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!