google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeભરૂચના ચાવાજની રાધે રેસીડેન્સી પાછળ આવેલ ખાલી મકાન માંથી મોટી માત્રામાં દારૂ...

ભરૂચના ચાવાજની રાધે રેસીડેન્સી પાછળ આવેલ ખાલી મકાન માંથી મોટી માત્રામાં દારૂ સાથે એકની અટકાયત

- ૩ લાખ ઉપરાંતનો દારૂ અને મોટર સાયકલ મળી વિશાલ પટેલની અટકાયત કરી ગુનો નોંધાયો - દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર કુખ્યાત બુટલેગર નરેશ કહાર સહિત રાહુલ વસાવા વોન્ટેડ

ભરૂચ,
ભરૂચના ચાવજ ગામમાં આવેલી રાધે રેસીડેન્સીની પાછળના એક ખાલી સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ૩.૫૭ લાખના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો છે.જયારે મોકલનાર અને મંગાવનાર કુખ્યાત બુટલેગર નરેશ કહાર સહિત રાહુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા ૨૭ જુનથી ૩ જુલાઈ સુધી સ્પેશ્યલ દારૂ અને જુગારની ડ્રાઈવ ચાલુ હતી.જેના ભાગરૂપે ભરૂચ સી ડીવીઝન પીઆઈ વી.આર ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ બી.એસ.શેલાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન સ્ટાફને માહિતી મળી હતી કે ચાવજ ગામમાં આવેલી રાધે રેસીડેન્સીની પાછળ આવેલા એક ખાલી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.જે માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોચી માહિતી વાળા ખાલી મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ૬૮ નંગ બોક્ષમાં નાની-મોટી બોટલો,બીયરના ટીન મળી કુલ નંગ ૧૬૧૫ કુલ કિંમત રૂ.૩,૩૨,૪૨૦ નો મુદામાલ તથા એક મોટર સાયકલ મળી કુલ રૂ.૩,૫૭,૪૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે સ્થળ પરથી વિશાલ ગીરીશભાઈ પટેલ રહે,રા મ.નં.૮૪ રાધે રેસીડેન્સી ચાવજને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જ્યારે આચરજીની ચાલમાં રહેતા રાહુલ સોમાભાઈ વસાવા અને દાંડિયા બજારના લોઢવાણ ટેકરા ખાતે રહેતો કુખ્યાત બુટલેગર નરેશ કિશનભાઈ કહારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!