(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ,રાજપીપલા અને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘સાહિત્યનો ઓચ્છવ’ એક દિવસીય રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદ રાજપીપલા કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો.જેમાં જાણીતા મૂરધન્ય સાહિત્યકાર,જાણીતા કવિ, વિવેચક, નિબંધકાર મણીલાલ પટેલ તેમજ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ, રાજપીપલાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, બિરસા મુંડા યુનિવર્સીટીના વાઈસ ચાંસેલર ડૉ મધુકર પાડવી ની ઉપસ્થિતીમાં સાહિત્યિક સેમિનાર યોજાયો હતો.જેમાં મંડળના પ્રમુખ પી ડી વસાવાએ અને ડૉ.મધુકર પાડવીએ પ્રાસંગિક પ્રવચન કરી આ કોલેજના વિદ્યાર્થીઓ સાહિત્યમાં આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ સહીત મહેમાનોપુષ્પ ક્લગી અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું.જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સાહિત્ય તરફ વળે, સારા સાહિત્યનું વાંચન કરે તેનું મહત્વ સમજાવી સાહિત્યના વિવિધ પાસાઓ પર મનોમન્થન થયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિતેશ ગાંધીએ શાબ્દિક સ્વાગત અને પરચિય કરાવ્યો હતો.પરિસંવાદની ભૂમિકા ડૉ.રવિકુમાર વસાવાએ કરાવ્યું હતું.જયારે કવિતાનો આસ્વાદ અને બીજરૂપ વ્યાખ્યાન ડૉ.મણિલાલ પટેલે કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરાવ્યા હતા.જયારે બીજા સેશનમાં શબ્દશક્તિ ગુણવંત વ્યાસ અને સાહિત્યના વિવિધ અભિગમ ઉપર ડૉ.આનંદ વસાવાએ સુંદર રજુઆત કરી હતી.તો સાહિત્યિક સંજ્ઞાઓ વિષયક ડૉ.મીનળ દવે એ માર્ગદર્શન આપ્યું હતું.ડૉ.ભરત ઠાકોરે શોધપત્ર વાંચન કર્યું હતું.