google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઝઘડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં બંધ પ્લાન્ટમાં પાઈપ રપ્ચર થતા એકનુ મોત એકને...

ઝઘડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં બંધ પ્લાન્ટમાં પાઈપ રપ્ચર થતા એકનુ મોત એકને ઈજા

- બે ઈજાગ્રસ્તો પૈકી એક કર્મચારીને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે જયારે એકનુ સારવાર દરમ્યાન મોત - ઔદ્યોગિક હેલ્થ અને સલામતી વિભાગ તથા ઝઘડિયા મામલતદારે ઘટના સ્થળની મુલાકાત લીધી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ બંધ પ્લાન્ટમાં પાઈપ રપ્ચર થવાની ઘટના બની હતી.જેમાં બે કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એકનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.જયારે એક કર્મચારીને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.તો ઘટનાના પગલે ઔદ્યોગિક હેલ્થ અને સલામતી વિભાગ તથા ઝઘડિયા મામલતદારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
બનાવની વિગત એવી છે કે ભરૂચ જીલ્લાના ઝઘડિયાની આરતી ઈન્સ્ટ્રીઝ કંપનીમાં આવેલ બીએનબી પ્લાન્ટમાં છેલ્લા એક અઠવાડિયાથી શટડાઉન ચાલી રહ્યું છે.જેથી પ્લાન્ટમાં સામાન્ય મરામતનું કામ ચાલે છે.સોમવારની સવારે અચાનક આ પ્લાન્ટમાં પાઈપ રપ્ચર થવાની ઘટના બની હતી, જે ઘટનામાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા બબલુ જનાર્દન રાય તથા કંપની કર્મચારી ભજુરામ પ્રસાદને ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત બંને કર્મચારીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં બબલુ જનાર્દન રાયને વધુ ઈજા હોય તે સારવાર હેઠળ છે અને ભજુરામ પ્રસાદને કાનમાં સાંભળવાની તકલીફ હોય તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.જયારે બબલુ જનાર્દન રા‌ય ની સારવાર દરમિયાન મોડી સાંજે મોત થયુ હતુ.ઘટના સંદર્ભે ઔદ્યોગિક હેલ્થ અને સલામતી વિભાગના અધિકારીઓ તથા ઝઘડિયા મામલતદારે સ્થળ તપાસ કરી હતી.આરતી ઈન્ડસ્ટ્રીઝની ઘટનામાં એકનું મોત થતાં કંપની કર્મચારીઓમાં ફફડાટ‌ વ્યાપી જવા પામ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!