(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દેડીયાપાડાના ચીકદા ગામ પાસેથી વિસ્તારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ છે.પોલીસ ઈન્સ્પેકટર આર.જે.ગોહિલ એસ.ઓ.જી શાખા નર્મદા તથા એસ.ઓ.જી શાખાના સ્ટાફના માણસો દ્વારા બાતમી આધારે રેડ કરતા ગેરકાયદેસરનો વિસ્ફોટક મુદ્દામાલ જીલેટીન સ્ટીક નંગ ૧૨૧ તથા ઈલેક્ટ્રીક ડીટોનેટર નંગ-૩, એક મોબાઈલ,એક વાયરનું બંડલ તથા ટ્રેક્ટર કોમ્પ્રેશર સહીત કુલ કિ. રૂ.૧,૦૭,૮૯૦ ના મુદ્દામાલ ઝડપાયો છે.સાથે એક ઈસમને એસ.ઓ.જી નર્મદા પોલીસ ઝડપી પાડેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિકદા ગામ પાસેથી પસાર થતી તાપી કરજણ પાર લિંક પાણીના પાઈપ લાઈનનું કામ ચાલતુ હતું.એ જગ્યાએ ગેરકાયદેસર રીતે એક્ષપ્લોઝીવથી બ્લાસ્ટ કરી પથ્થર તોડવાનુ કામ કરતા મનિષભાઈ અમૃતભાઈ ગામીત પાસેથી મુદ્દામાલ ઝડપાયો છે.મુદ્દામાલ સહીત આરોપીની ધરપકડ કરતી એસ.ઓ.જી પોલીસ નર્મદાએ પકડ કરી છે.જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.