(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નવયુગ ખાતે ઓએનજીસી દ્વારા અનુગ્રહ દ્રષ્ટિ દાન સંસ્થા દિલ્હી તથા બારેજા નવલભાઈ નેત્ર હોસ્પિટલના સહયોગથી મફત નેત્ર ચકાસણી તથા મોતિયા સંબંધી ઓપરેશન અંગે શિબિર પશ્ચિમ દ્રોણી ઓએનજીસી વડોદરા ચીફ જનરલ મેનેજર જીઓ ફિઝિકલ સર્વિસીસ કે ભાસ્કરનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં અનુગ્રહ દ્રષ્ટિ સિનિયર પ્રોજેક્ટ મેનેજર કનવલજીત સિંઘ,ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર,આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.સદર શિબિરમાં મહામુલી આંખ અને તેની જાળવણી તેના ઉપયોગ અંગે સમજૂતી આપવામાં આવી હતી અને ઉપસ્થિતોના હસ્તે રીબીન કાપી શિબિર ખુલ્લી મૂકવામાં આવી હતી.નવલભાઈ નેત્ર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો અને નજીકના નંબરના ચશ્મા તથા દવાનું વિતરણ મફત કરવામાં આવ્યું હતું.