google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratજંબુસર એસટી ડેપો ખાતે આવેલ શૌચાલયમાં પાણીના ખુલ્લેઆમ વેડફાટથી મુસાફરમાં રોષ

જંબુસર એસટી ડેપો ખાતે આવેલ શૌચાલયમાં પાણીના ખુલ્લેઆમ વેડફાટથી મુસાફરમાં રોષ

(સંજય પટેલ,જંબુસર) 

જંબુસર એસટી ડેપો ખાતે આવેલ શૌચાલયમાં પાણીના ખુલ્લેઆમ વેડફાટથી મુસાફરમાં એસ.ટી વિભાગ સામે રોષ ફાટી નીકળ્યો છે.

ભરૂચ જીલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે થી દૈનિક હજારો મુસાફરો અવર જવર કરતા હોય છે.જેમાં વડોદરા,ભરૂચ અને કાવીના મુખ્ય બસ રૂટ થકી મુસાફરો જંબુસર એસ.ટી ડેપો ખાતે પધારતા હોય છે.ત્યારે મુસાફરોની સુવિધા માટે બનાવાયેલ શૌચાલયમાં પાણીના નળ ખુલ્લા રાખી પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે.એક તરફ કાળઝાળ ગરમીમાં કેટલીય જગ્યાએ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ જંબુસર એસ.ટી ડેપોમાં એસ.ટી વિભાગની બેદરકારીને કારણે પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી હતી.એસ.ટી તંત્ર ના લોલમપોલ વહીવટને પગલે મુસાફરોની હાલતપાડાના વાંકે પખાલીને ડાંમ જેવી થવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર એસ.ટી ડેપોનું શૌચાલય રામ ભરોષે ચાલતું હોય તેમ લાગી રહ્યુ છે.પે એન્ડ યુઝનો કોન્ટ્રાક્ટ પૂરો થતા જ જબુંસર એસટી ડેપોનું શૌચાલય સુલભને બદલે દુર્લભ સાબિત થઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!