google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratઝધડીયાના બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું ...

ઝધડીયાના બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું  આયોજન કરાયું

- પ્રમુખ ચંન્દ્રકાંત વસાવાની આગેવાનીમાં બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન - સમાજે સંગઠિત થઈને રહેવું પડશે તેમજ કુરિવાજો બંધ કરવા હાંકલ

(જયશીલ પટેલ,ઝઘડીયા) 

સમસ્ત વસાવા સમાજના નેજા‌ હેઠળ પ્રમુખ ચંન્દ્રકાંત વસાવાની આગેવાનીમાં બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં સમાજના સાંસદ ધારાસભ્ય માજી ધારાસભ્ય રાજકીય આગેવાનો ડોક્ટર ખેલાડીઓ વકીલ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં પણ ૧૫ ટકા વસ્તી આદિવાસીઓની છે.આશરે એક કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓનાં જુદા જુદા સમુદાય આવેલા છે, પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીઓને પ્રકૃતિ પૂજક સમાજ ગણવામાં આવે છે.દરેક આદિવાસી સમાજની બોલી,રહેણીકરણી, પરંપરા,રહેઠાણ,પહેરવેશ જુદા જુદા જોવા મળે છે. અંબાજીથી લઈને ઉમરગામ અને છેવાડેનાં ડાંગ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે.જેમાં ભરૂચ જીલ્લાની વાત કરી એ તો વાલિયા,ઝઘડિયા,નેત્રંગ, ડેડીયાપાડા,સાગબારા,રાજપીપલા સહિતમાં પણ આદિવાસી,વસાવા સમાજ પ્રકૃતિના પૂજા અને સંરક્ષણ કરતું આવ્યું છે.ત્યારે નવા યુગ સાથે વસાવા સમાજનાના લોકો રાજકીય સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ,ડોક્ટર,વકીલ, ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન પણ કરી રહ્યું છે.પરંતુ હજુ પણ આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો, વ્યસનો અને શિક્ષણ સ્થરમાં ઊંચું આવે સાથે અલગ અલગ વેચાયેલા સમાજના લોકો સંગઠિત થઈ સમાજ અને દેશના વિકાસમાં લોકોનું વધારેમાં વધારે ફાળો આપી સમાજનું નામના કરે અને સમાજ સંગઠિત થાય તે ઉદ્દેશ સાથે સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન કિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાન્ત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું.સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદીવાસી સમાજના આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા,નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ,ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,ડેડીયાપાડાના વર્તમાન ધારસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સભ્યોઓ, સમાજના સામાજિક આગેવાનો,બ્યુરોક્રેટ્સ,ડોક્ટર, વકીલ,ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહ્યા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ,ડોક્ટર,વકીલ,ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ આપવાનાર યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોતાના વક્તવ્ય મા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજે વ્યસન મુક્ત થવું પડશે અને સમાજે સંગઠિત થઈને રહેવું પડશે તેમજ કુરિવાજો બંધ કરવા પડશે તેમજ માજી ધારસભ્ય મહેશભાઈ વસાવા જણાવ્યું હતું કે સમાજનો વિકાસ કેવી રીતે થાઈ તેવી વાત કરી આદિવાસી સમાજ એટલે આદિ અનાંકાડથી આ પૃથ્વી ઉપરના માલિક છે તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!