google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratલોકસભા ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસરોની...

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસરોની જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન

- જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ તાલીમ

ભરૂચ,
ભરૂચ જિલ્લાનાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા દ્રારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના કામ માટે જિલ્લાની તમામ વિધાનસભા મતવિભાગ માટે ૧૯૯ ઝોનલ ઓફીસરઅને ૧૯૯ જેટલા આસીસ્ટન્ટ ઝોનલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવી છે.આગામી લોકસભા સામાન્ય ચૂંટણીનું આયોજન સુવ્યવસ્થિત તથા આયોજનબધ્ધ થાય તે હેતુસર ઝોનલ ઓફીસરની વિવિધ કામગીરીની પુર્વ તૈયારીઓને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ સુચનો આપવા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન, મામલતદાર કચેરી સામે, ભરૂચ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ તાલીમ દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તમામ ઝોનલ ઓફીસર અને આસીસ્ટન્ટ ઝોનલ ઓફીસરોને ચૂંટણીને લગતી કામગીરી અંગે માર્ગદર્શન આપી તેઓને સોંપવામાં આવેલ કામગીરી સુવ્યવસ્થિ તેમજ સમયમર્યાદામાં પુર્ણ કરવા તેમણે જણાવ્યું હતું.
મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, ભરૂચ (SLMTs) ધ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારનાં ઝોનલ ઓફીસર અને આસીસ્ટન્ટ ઝોનલ ઓફીસરોને તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ.ગાંગૂલી તેમજ તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!