google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ થી શોભાયાત્રાનું આયોજન

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ થી શોભાયાત્રાનું આયોજન

- પ્રાણ પ્રતિષ્ઠામાં ગુમાનદેવ મંદિરને આમંત્રણ મળતાં પીઠાધિશ મનમોહન દાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધિ ગુમાનદેવ ધામથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુમાનદેવ મંદિરને આમંત્રણ મળતાં પીઠાધિશ મનમોહન દાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.‌જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડીજેના તાલે રામભક્તો ભજનોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા.આ શોભાયાત્રા ગુમાનદેવથી નીકળી ઉચેડીયા,રાણીપુરા, ઝધડીયાથી નિજ મંદિર પરત ફરી હતી.આ ઉપરાંત ઝઘડિયાની સરસ્વતી વિદ્યાલય ખાતેથી શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝઘડિયા ટાઉનમાં શોભાયાત્રા ભ્રમણ કરી ઝઘડિયાના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી.જ્યાં શાળાના વિદ્યાર્થીઓ દ્ધારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!