google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujarat“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત ગાયત્રી વિદ્યાલય, અંકલેશ્વર ખાતે કિશોરીઓ માટે માહિતીપ્રદ સત્રનું...

“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત ગાયત્રી વિદ્યાલય, અંકલેશ્વર ખાતે કિશોરીઓ માટે માહિતીપ્રદ સત્રનું આયોજન

- કિશોરીઓની શારીરિક,માનસિક, આરોગ્ય અને સર્વાંગી વિકાસલક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી - કિશોરીઓને વિવિધ મોડ્યુલ્સ પર ગુણાત્મક તાલીમ આપવાની કામગીરી અનેક શાળાએ શરૂ કરવામાં આવી

(સચિન પટેલ) ભરૂચ,

આપણાં જીવનના કુલ દસ તબક્કા માંથી કિશોરાવસ્થાનો તબક્કો જ્યારે શારીરિક, માનસિક અને વર્તણકીય ફેરફારો જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે કિશોરી વસ્થામાં કિશોરીઓની શારીરિક,માનસિક, આરોગ્ય અને સર્વાંગી વિકાસલક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે.આપણાં સમાજના સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ રહ્યું છે.આમ, કોઈપણ ગામ,તાલુકો, જિલ્લો, રાજ્ય અથવા દેશને પ્રગતિશીલ બનાવવા માટે કિશોરીઓનો નિરંતર સર્વાંગી વિકાસ ખૂબ જ અનિવાર્ય છે. 

ભરૂચ જિલ્લા સ્થિત તમામ કિશોરીઓના ઉત્થાન માટે કાર્યરત શિક્ષણ, આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સુસંકલિત થઈને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા સૂચિત “કિશોરી ઉત્કર્ષ પહેલ”ના ખાસ અમલીકરણ પ્રક્રિયા અંગેનું વિવિધ સહભાગીઓ મુખ્યત્વે જિલ્લા શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક), આરોગ્ય વિભાગ અને આઇસીડીએસ (જિલ્લા પંચાયત,ભરૂચ), પોલીસ તંત્ર, ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન, સીએસઆર બોક્સ (એસએમઈસી ટ્રસ્ટ) – અમલીકરણ સંસ્થા અને યુનિસેફ– આ તમામના સંયુક્ત પ્રયાસ થકી જિલ્લાના ઝઘડિયા તાલુકા બાદ હવે અંકલેશ્વરતાલુકામાં શાળાએ જતી-ના જતી કિશોરીઓનેવિવિધ મોડ્યુલ્સ પર ગુણાત્મક તાલીમ આપવાની કામગીરી અનેક શાળાએ શરૂ કરવામાં આવી છે. 

હાલમાં, ડિસેમ્બર ૨૦, ૨૦૨૩ના રોજ શિક્ષણ, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓને ગાયત્રી વિદ્યાલય, માંડવા, અંકલેશ્વર ખાતે આમંત્રિત કરીને અંદાજિત ૧૮૦ થી વધુ કિશોરીઓ નેતેઓના જીવનલક્ષી ઉપયોગી અનેક વિષયો પર એક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સદર માહિતીપ્રદ સત્રની શરૂઆતમાં શિક્ષણ નિરીક્ષક, ભરૂચ દ્રારાકિશોરીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦, જ્ઞાન સાધના અને NMMS સ્કોલરશીપ, શિક્ષણ અને શિક્ષકોનું મહત્વ વગેરે અંગેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, અંકલેશ્વર દ્રારા સ્વ-જાગૃતતા, ઉચ્ચ ધ્યેય તથા સમયનું મહત્વ, યોગ્ય જીવનશૈલી, ઉત્તમ પોષણ, બાળ વિવાહ, સાઈબર ક્રાઈમ, આત્મ નિર્ભરતા,પોકસો એક્ટ, જીવનમાં સારા પુસ્તકોનું મહત્વ વગરેઅંગેનાજ્ઞાનનો બહોળો પ્રસાર ઉપસ્થિત કિશોરીઓમાં કરવામાં આવ્યો હતો. 

આ સત્રમાં, સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના સંયુક્ત પ્રયાસ થકી જીવનનું મહત્વ, પોતાના અસ્તિત્વની ઓળખ, સોશ્યલ મીડિયાનો વધતો જતો દૂરપયોગ, યોગ્ય દિશા અને માર્ગદર્શનની પ્રાપ્તિ માટેના યોગ્ય સ્ત્રોત, જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ, બાળ મજૂરી અને બાળ લગ્ન જેવા સામાજિક દૂષણની અટકાયત, ઘરેલુ હિંસા અધિનિયમ, પોકસો એક્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન – ૧૦૯૮ વગેરે વિષયો અંગેની વિસ્તૃત પણે માહિતી કિશોરીઓને આપવામાં આવી હતી. 

અંકલેશ્વર તાલુકા ખાતે કાર્યરત સદર “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત આયોજિત સદર માહિતીપ્રદ સત્રમાં તાલીમાર્થી કિશોરીઓની મુલાકાત લઈ, વિસ્તૃત ચર્ચા અને પ્રશ્નોતરી કરી તથા આગામી દિવસોમાં સદર સીએસઆર પહેલ અંતર્ગત વિશેષરૂપે નવીન વિચારો, કાર્યશૈલી અને અભિગમના ત્રિવેણી સંગમ થકી ભાગ લઈ રહેલ કિશોરીઓનો તાલીમ કાર્યકાલ વધુ રસપ્રદ, માહિતીપ્રદ અને લાભપ્રદ બને એ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!