google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન

ભરૂચ,
ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ તથા પ્રિન્સિપલ ડૉ.દિપક દેવરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને કોલેજના પરિચય,વિવિધ વિભાગો અને સેવાઓ વિશે માહિતગાર કરવાનો હતો.પ્રિન્સિપલ ડૉ.દીપક દેવરે દ્વારા કોલેજના ઈતિહાસ અને સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે અભ્યાસમાં આગળ વધે અને નવી ટેકનોલોજી અને ઈનોવેશનમાં આગળ વધે.વિવિધ વિભાગના HOD દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ અને અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી.આ ઓરિએન્ટેશન કાર્યક્રમ હેઠળ નવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!