google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeઝઘડિયાના કૃષ્ણપરી ગામે થયેલ ઝઘડામાં સામસામે ફરિયાદમાં બન્ને પક્ષે ચાર મહિલાઓ સહિત...

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે થયેલ ઝઘડામાં સામસામે ફરિયાદમાં બન્ને પક્ષે ચાર મહિલાઓ સહિત કુલ ૧૦ સામે ગુનો નોંધાયો

- છોકરી ભગાડવાના વહેમમાં બોલાચાલી થતા બન્ને પક્ષે થયેલ ઝઘડામાં મામલો પોલીસ સુધી પહોંચ્યો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી ગામે છોકરી ભગાડવાની શંકામાં બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડામાં બન્ને પક્ષે ચ‍ાર મહિલાઓ સહિત કુલ ૧૦ વ્યક્તિઓ સામે સામસામે પોલીસ ફરિયાદ થઈ હતી.
આ અંગે રાજપારડી પોલીસમાં કૃષ્ણપરીના જયદિપભાઈ કનુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ ગત તા.૧૭ મીના રોજ રાતના નવ વાગ્યાના અરસામાં ગામના અનિલભાઈ વસાવા તેમજ તેમની પત્ની અંબાબેન કોઈ કામથી ફળિયામાં આવ્યા હતા. રે જયદિપના માતા શકુબેને અનિલભાઈને પુછ્યું હતું કે મારી છોકરીને ભગાડવામાં તારો હાથ છે કે નહિ? આ સાંભળીને અનિલભાઇ તેમજ તેમના પત્ની એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.ત્યાર બાદ અનિલભાઈની પત્ની અંબાબેન શકુબેનને માર મારવા લાગ્યા હતા.તેમનું ઉપરાણું લઇને શકુબેન પારસંગભાઈ વસાવા નામની મહિલા પણ ત્યાં દોડી આવી હતી અને ઝપાઝપી કરવા લાગી હતી.ત્યાર બાદ આ લોકો જતાજતા કહેતા હતા કે તમારી છોકરી તમારે સાચવવાની હતી.અમને શું કામ પુછો છો તેમ કહી ગાળો બોલતા હતા અને અનિલભાઈએ તને પતાવી દઈશ એમ ધમકી આપી હતી.આ સંદર્ભે રાજપારડી પોલીસે અનિલભાઈ પારસંગભાઈ વસાવા,અંબાબેન અનિલભાઈ વસાવા તેમજ શકુબેન પારસંગભાઈ વસાવા ત્રણેય રહે.કૃષ્ણપરી તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.જ્યારે સામાપક્ષે અનિલ પારસંગભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તા.૧૭ મીના રોજ રાતના નવ વાગ્યાના અરસામાં તેઓ ઘરેથી નીકળીને ગામની નવી નગરીમાં રહેતા તેમના મોટાબાપુને ત્યાં ગયા હતા.ત્યારે ગામની શકુબેન કનુભાઇ વસાવા તેમને કહેવા લાગેલ કે મારી છોકરી નેહાને તમારા સંબંધી નિલેશ સાથે કેમ ભગાડી દીધેલ છે? તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યા હતા.આ બાબતે થયેલ ઝઘડામાં ઉપરાણું લઇને અન્ય વ્યક્તિઓ પણ ઝઘડામાં જોડાઈ હતી.આ સંદર્ભે રાજપારડી પોલીસે શકુબેન કનુભાઈ વસાવા,બુધિયાભાઈ ગુમાનભાઈ વસાવા,જયદિપ ઉર્ફે કુલદિપ કનુભાઈ વસાવા,કંચનભાઇ શનાભાઈ વસાવા તમામ રહે.કૃષ્ણપરી તા.ઝઘડિયાના તેમજ સતિષ ગંભીર વસાવા,શનાભાઈ ફતેસિંગ વસાવા તેમજ નિરુબેન શનાભાઈ વસાવા તમામ રહે.ગામ ખારિયા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!