google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઆમોદનામાં પીવાનાં પાણીમાં ગટરનુ પાણી મિશ્રણ થતાં રોગચારો ફેલાવાની ભિતી સેવાતા લોકોમાં...

આમોદનામાં પીવાનાં પાણીમાં ગટરનુ પાણી મિશ્રણ થતાં રોગચારો ફેલાવાની ભિતી સેવાતા લોકોમાં આક્રોશ

- નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી

આમોદ,

આમોદ નગરમાં છેલ્લાં દસ દિવસથી દુષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું.        

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ / દરબારગઢ / દરબારી મસ્જિદ પાછળ / વાંટા રાઠોડ વાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાનાં પાણીમાં ગંદુ પાણી આવતા લોકો માં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે.આજરોજ વિસ્તારના લોકોએ એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ / ઉપપ્રમુખ / એસ.આઈ ને સ્થળ પર જે તે સમયે બોલાવી પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ પર જ સૂચના આપવા માં આવી હતી.પરંતું આજ દિન સુધી નિકાલનાં આવતા લોકો માં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે.જ્યારે આમોદ નગર પાલીકાનાં માજી પ્રમુખ સાજીદ રાણાએ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી નગરજનોને પોતાના સ્વસ્થય અને રોગચારાનો ભોગ બનવું પડે છે તેમ તેમને મીડિયા સમક્ષ અક્રોષ વ્યકત કરતાં જણાવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે જો આ પ્રશ્નનો  ઉકેલ જો આવતા ત્રણ દિવસમાં નિરાકરણ  નહીં આવે તો નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!