જ્યશીલ પટેલ,ઝઘડીયા
ઝઘડિયા તાલુકામાં એક વાત ચર્ચાના કેન્દ્ર પર કાયમ રહે છે કે ઝઘડિયા એસટી ડેપોના વહીવટ કર્તા એસટીના રૂટો સ્થાનિક નહીં ચલાવી જિલ્લા અને ઝોન બહારના એક્સપ્રેસ રૂટ ચલાવી સારી આવક કરવામાં જ રસ છે.એસટીના સંચાલકોને એમાં રસ નથી કે ઝઘડિયા તાલુકાની અને તાલુકાની આજુબાજુમાં આવેલા વાલીયા નેત્રંગ તાલુકાની પ્રજાને એસટી ડેપો નો લાભ મળે અને છેવાડાના ગામડા સુધી એસટીની સેવા મળે.હંમેશા આ સમસ્યા ટોપ પર રહી છે. ઝઘડિયા એસટી ડેપોના આવા વર્તનના કારણે વેલુગામ થી વડોદરા અને વેલુગામ થી ભરૂચ ના બે રૂટ બંધ કરવામાં આવ્યા છે.જેના કારણે ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ઝઘડિયા ડેપો મેનેજરને સત્વરે આ રૂટ ચાલુ કરવા માટે લેખિતમાં ફરિયાદ આપી છે અને જો આ રૂટ ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે,ત્રણ પંચાયતના સરપંચોએ લેખિત આપેલા ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલા વર્ષોથી પાણેથા થી વડોદરા તથા વેલુગામથી ભરૂચની બસ ચાલતી હતી.
હવે તે બસ પાણેથાથી વડોદરા ની જગ્યાએ વેલુગામ થી વડોદરા ચાલુ કરી છે અને બસની આવક પણ સારી હોવા છતાં ઝઘડિયા ડેપો માંથી બંને બસનો વ્યવહાર બંધ કરવામાં આવેલ છે,વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં બસ સેવા ચાલુ થતી નથી,અશા પાણેથા વેલુગામ વિસ્તારના ગામથી ૧૮ જેટલા ગામોની બસનો વ્યવહાર છે,કોલેજ આઈટીઆઈ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે અને તેઓનો બધો જ વ્યવહાર બસ સાથે જોડાયેલા હોવા છતાં પણ એસટીના આ બંને રૂટો બંધ કર્યા છે,જે સત્વરે ચાલુ કરવા લેખિતમાં ફરિયાદ કરી છે,તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો બસ એવા ચાલુ નહીં થાય તો તેઓ દ્વારા એસટી ડેપોમાં જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તથા ડેપોની સામે ઉપવાસ પર બેસવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ઝઘડિયા એસટી ડેપોના વહીવટકર્તા ની રહેશે તેમ જણાવ્યું હતું.