ભરૂચ,
હાલ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ નું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયુ છે.જેમાં દેશ-વિદેશના રોકાણકારો આવ્યા છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત છે. ત્યારે આ વચ્ચે ગ્લોબલ લાઈફ સાયન્સિસ કંપનીઓ અને ગુજરાત સરકારની પસંદગીની લાંબા ગાળાની ભાગીદાર હાઈકલ લિમિટેડે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે રોકાણનાં ભાગ રૂપે ૨૭ ડિસેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે MoU કર્યા છે.
તત્કાલિકન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીભરી નેતાગીરી હેઠળ વર્ષ ૨૦૦૩ માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સમાવેશી વૃધ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે આજે વર્ષ ૨૦૨૪ માં પણ યોજાઈ છે.સતત ૨૧ વર્ષથી ચાલતી આ સમિટમાં બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉપસી આવી છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ ૧૦મી આવૃત્તિ વાઈબ્રન્ટ ગુજરાતની સમિટના ૨૦ મા સફળ વર્ષ તરીકે ઉજવાઈ રહી છે.આ ઈવેન્ટમાં ઊર્જા, ઉત્પાદન,માળખાકીય સુવિધાઓ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય જેવાં સેક્ટર્સમાં ચર્ચા, વાટાઘાટ અને MoU થઈ રહ્યા છે.
MoUની શરતો પ્રમાણે હાઈકલ ગુજરાતમાં ભરૂચ જીલ્લાના પાનોલી ખાતે વર્તમાન અત્યાધુનિક કેમિકલ પ્લાન્ટમાં ૫૦૦ કરોડનું રોકાણ કરશે.પાનોલી પ્લાન્ટ હાઈકલનાં તમામ ત્રણ બિઝનેસ વર્ટિકલ્સ-ફાર્મા, પાક સંરક્ષણ અને એનિમલ હેલ્થને સમાવી લેતી કંપનીની એક માત્ર સાઈટ છે.આ રોકાણનો હેતુ નવીનીકરણ અને સાતત્યપૂર્ણ વૃધ્ધિ પ્રત્યે હાઈકલની સમર્પિતતાને વેગ આપશે એટલું જ નહીં પણ આ વિસ્તારનાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે.આ રોકાણથી અંદાજે ૪૦૦ લોકોને રોજગારી મળવાની સંભાવના છે.આ વ્યૂહાત્મક હિલચાલ વર્તમાન રોકાણ વાતાવરણ સાથે સરળતાથી જોડાવાના હાઈકલનાં સતત પ્રયાસ પર ભાર મૂકે છે,જે આ વિસ્તારમાં વિકાસને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રોકાણનાં બદલામાં ગુજરાત સરકારે હાઈકલ લોજિસ્ટિક્સને રાજ્યનાં સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરીઓ, રજીસ્ટ્રેશન, માન્યતા પૂરી પાડવામાં સરળતા કરી આપવાનું વચન આપ્યું છે.
MoU પર હસ્તાક્ષર અંગે હાઈકલ લિમિટેડના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર કુલદીપ જૈને જણાવ્યું હતું કે અમે ગુજરાત સરકાર સાથે આ વ્યૂહાત્મક જોડાણ સાધતા ખુશી અનુભવીએ છીએ.આ એમઓયુ આર્થિક વૃધ્ધિને વેગ,નવીનીકરમાં સરળતા અને રાજ્યમાં રોજગારસર્જન માટે સંયુક્ત પ્રતિબધ્ધતા પર ભાર મૂકે છે.અમે આત્મનિર્ભર ભારત માટે લાઈફ સાયન્સ પ્રોડક્ટ્સ વિક્સાવીને અને ઉત્પાદિત કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યની દિશામાં કામ કરી રહ્યા છીએ.