google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratબીએપીએસ દ્વારા લીલોતરી બજાર ખાતે હરી લીલામૃત ગ્રંથ આધારિત પારાયણ યોજાયું

બીએપીએસ દ્વારા લીલોતરી બજાર ખાતે હરી લીલામૃત ગ્રંથ આધારિત પારાયણ યોજાયું

(સંજય પટેલ,જંબુસર)
પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જંબુસર બીએપીએસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશો નિલય સ્વામી દ્વારા લીલોતરી બજાર ખાતે હરી લીલામૃત ગ્રંથ આધારિત ત્રિદિવસીય સત્સંગ પારાયણ યોજાયું હતું.જેમાં બે દિવસ કપટ અને પક્ષ અંગે પારાયણમાં વક્તાઓએ લાભ આપ્યો હતો.અંતિમ દિવસે વ્યાસપીઠ પરથી નિર્દેશક બીપીનભાઈ પટેલે આત્મારામની ડગલી વિષય ઉપર પારાયણ નો લાભ આપ્યો હતો.જેમાં મનુષ્ય જીવનમાં ‘ ખ ‘ની જરૂરિયાત સમજાવી જીવન બિનજરૂરી રહી જાય છે. સત્સંગમાં ખપની જરૂરિયાત અંગે પ્રસંગો સાથે સમજાવ્યું માન સત્સંગમાં આડુ આવે છે તેમ કહી લોખંડમાં લીટો,લોટમાં લીટો અને પાણીમાં લીટો બનાવવા વાત કહી સંસારમાં પાણીનો લીટો કરવા જણાવ્યું હતું.આ સહિત ભગવાનની ભક્તિ કેવી અને કઈ રીતે કરવી તે જણાવી દરેક મનુષ્ય પોતાના સંતાનોને સ્થાવરમિલકત સાથે આધ્યાત્મિક મિલકત પણ આપવી જોઈએ, વ્યક્તિની આકાંક્ષાઓ, અપેક્ષાઓ વધે તો દુઃખનું કારણ બને છે.તેમ સમજાવી ભગવાનની નવધા ભક્તિની વાત કરી સત્સંગ,પારાયણ, અઠવાડિક સભા દ્વારા પ્રભુ તરફ એક ડગલું આગળ વધવા સમજાવ્યું હતું. પૂજ્ય જ્ઞાનવીર સ્વામી એ આશિષ પાઠવતા હરી લીલામૃત ગ્રંથ એટલે હરિની લીલાનું અમૃત આ શાસ્ત્રમાં બતાવ્યું છે.ભગવાનની લીલા ચરિત્રો સામાન્ય લાગે છે,પરંતુ તેમાં મનુષ્યના તમામ પ્રશ્નોનું સમાધાન થાય છે. તેમ કહી લીલા ચરિત્રો,સમૈયા સહિતની વાત કરી તેની સ્મૃતિઓ યાદ રાખવા જણાવ્યું તેનાથી આપણી મતિ શુદ્ધ થાય છે.તેમ કહી ચરિત્રોનો મહિમા વર્ણવ્યો અને અંતકાળ સુધરી જાય છે. મનુષ્ય જીવનમાં શાંતિના ઉપાય માટે ભગવાન સ્વામિનારાયણ સમયના જીવન ચરિત્રોની વાત કરી મુક્તાનંદ સ્વામી સાથેનો પ્રસંગ વર્ણવ્યો હતો.પારાયણમાં મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈ બહેનો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!